38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ નકલી સોના પર ઢોળ ચડાવી સોનીઓ સાથે છેતરપિંડી કરતી ટોળકી ને...

નકલી સોના પર ઢોળ ચડાવી સોનીઓ સાથે છેતરપિંડી કરતી ટોળકી ને સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી

0
207

ઉત્તર પ્રદેશની ગેંગને ઝડપી પાડી 5 અરોપી ઓ સહિત 7,92,500 નો મુદ્દામાલ સ ઝડપી પાડયા

સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લા સહિત મહેસાણા સાથે ના સોનીઓ છેતરપિંડી આદરી હોવાનો કબૂલી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર તેમજ મહેસાણા માં સોનીઓ સાથે નકલી દાગીના ,નકલી બિલ બતાવી દાગીના વેચી છેતરપિંડી કરતી ગેંગ તરખાટ મચાવ્યો હતો. આ અંગેની ફરિયાદો હિંમતનગર ઈડર ,મોડાસા તેમજ અન્ય તાલુકાઓમાં ફરિયાદો નોંધાઇ હતી. પોલીસ આ ટોળકીને ન પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી ત્યારે સાબરકાંઠા એલસીબીને બાતમી મળી હતી કે ચાલ ચલગત કરતી ટોળકી તલોદ શહેરમાં છે તેવી બાતમી સાબરકાંઠા એલ.સી.બી ને મળતા એલ.સી.બી ની ટીમ તલોદ અંબાજી ચોક થી તલોદ ટાવર પાસે આવતી ઇકો ગાડી નં. UP 84 AF 1164 ને રોકી તપાસ કરતા ગાડીમાંથી સોનાના બનાવટી ઘરેણા તેમજ રોકડ રકમ મળી આવતા પોલીસે પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે તેઓએ જુદા જુદા શહેરમાં કઈ જગ્યાએ બનાવટી ઘરેણા હા બનાવટી બિલના આધારે વેચી હોવાનું કબૂલ્યું હતું. ત્યારે સાબરકાંઠા એલ.સી.બી એ નીચે મુજબના આરોપીઓને ઝડપી પાડી 7,92,500 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓ
1. લક્ષ્મીદેવી રાજેશચંદ્ર જય નારાયણ
2. દિવ્યા વિનોદકુમાર સુખરામ ઉ.વ.25
3. સ્વીટી શિવમ કુમાર ભારદ્વાજ ઉ.વ 29
4. શિવમકુમાર રાજચંદ્ર ભારદ્વાજ ઉ.વ 32
5. વિશાલકુમાર આલોકચંદ્ર ઉ.વ 22
તમામ રહે. છીબરામપુર, બજરિયા મહોલ્લા, જિલ્લો. કનોજ . ઉત્તર પ્રદેશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!