37 C
Ahmedabad
Saturday, May 18, 2024

જવેલર્સની દુકાનોમાં નકલી સોનાની વીંટી અસલી તરીકે વેચતી મહિલા ગેંગ સક્રિય : માલપુર આરતી જવેલર્સના વેપારીને બે વીંટી પધરાવી 25 હજારની ઠગાઈ


સોનાનો ઢોળ ચઢાવી નકલી ધાતુની વીંટી વેચતી મહિલા ગેંગ વીંટી ખરીદીનું GST બિલ સાથે આપતા વેપારીઓ લલચાઈ ભોગ બને છે

Advertisement

ત્રણ મહિલાઓની ગેંગ દવાનું બિલ ભરવું છે ઇમરજન્સી પૈસાની જરૂર હોવાથી મજબુર બની હોવાનો ઢોંગ કરી ઠગાઈ આચરી રહી છે

Advertisement

ચાર મહિલા અને ગેંગના બે પુરુષ હિંમતનગર પોલીસ સકંજામાં

Advertisement

સસ્તી સોનાની વીંટી લેવાની લાલચમાં વેપારીઓ ઠગાઈનો ભોગ બન્યા

Advertisement

ગુજરાતમાં અનેક પર પ્રાંતીય ઠગ ટોળકીઓ સક્રિય છે વેપારીઓ અને લોકોને તેમની વાતોમાં ભોળવી અને લાલચ આપી ઠગી લેવાની ઘટનાઓ સતત બની રહી છે અરવલ્લી જીલ્લાના માલપુર નગરમાં આરતી જવેલર્સ નામની દુકાનમાં ત્રણ હિન્દી ભાષી મહિલાઓ પહોંચી તેમને પૈસાની તાત્કાલિક જરૂરિયાત હોવાનું જીએસટી બિલ સાથે સોનાનો ઢોળ ચઢાવેલી બે વીંટી પધરાવી 25 હજારથી વધુની રોકડ રકમ લઇ છું મંતર થઇ ગઈ હતી વેપારીએ સોનીની વીંટી અસલી છે કે નક્કી તે જાણવા પરીક્ષણ કરતા બંને વીંટી નકલી હોવાની જાણ થતા વેપારી બેબાકળો બન્યો હતો માલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

Advertisement

Advertisement

માલપુર બજારમાં આરતી જવેલર્સ નામની દુકાન ધરાવતા રામસિંહ ભીખાજી રાજપૂત શુક્રવારે તેમની દુકાને બેઠા હતા ત્યારે ત્રણ યુવાન હિન્દી ભાષી મહિલાઓ દુકાનમાં આવી તેમની પાસે રહેલી બે સોનાની વીંટી જીએસટી બિલ સાથે આપી તેમને પૈસાની તાતી જરૂરિયાત હોવાનું જણાવી વેપારીને વિશ્વાસમાં લઇ બે વીંટીનું વજન કરાવી રૂ.25200/- રોકડા લઇ છુમંતર થઇ ગઈ હતી બંને નકલી વીંટી પર હોલમાર્ક હોવાથી અને બિલ પણ હોવાથી વેપારી ખરીદી લીધા પછી વેપારીએ બંને વીંટી સાચી છે કે નકલી તે જાણવા કસોટી પર ઘસતા અને વીંટીને ગરમ કરતા સોનાનો ઢોળ ચઢાવેલી બંને વીંટીનો રંગ ઉતરી જતા વેપારી ત્રણ મહિલાઓની જાળમાં આબાદ છેતરાયો હોવાનો અહેસાસ થતા તાબડતોડ માલપુર પોલીસે ત્રણ અજાણી મહિલાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો

Advertisement


આંતરાજ્ય મહિલા ગેંગે અરવલ્લી-સાબરકાંઠાના અનેક સોની વેપારીઓને વિવિધ બહાના હેઠળ સોનાની ઢોળ ચઢાવેલ વીંટી પધરાવી ઠગી લીધા હોવાનું અને આ મહિલા ગેંગ અને તેના બે સાથિયો હિંમતનગર પોલીસે દબોચી લીધા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!