38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત સાબરકાંઠા : SP વિશાલ કુમાર વાઘેલાનું ઇડર રથયાત્રા રૂટ પર ફૂટ પેટ્રોલિંગ,...

સાબરકાંઠા : SP વિશાલ કુમાર વાઘેલાનું ઇડર રથયાત્રા રૂટ પર ફૂટ પેટ્રોલિંગ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ

0
192

કોરોના મહામારીને કારણે બે વર્ષ સમગ્ર દેશમાં રથયાત્રા મંદિર પરિસરમાં કે પછી ટૂંકા રૂટ પર રથયાત્રા મર્યાદિત સંખ્યામાં નીકળી હતી
પરંતુ આ વર્ષે ભક્તોના ઘોડાપુર સાથે વાજતે ગાજતે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. સાબરકાંઠાના જીલ્લાના ઇડર શહેરમાં યોજાનાર રથયાત્રા રૂટ પર જીલ્લા પોલીસવડા વિશાલ કુમાર વાઘેલાએ પોલીસ કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું જીલ્લા પોલીસતંત્રએ રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પહેલે થી જ સજ્જ બન્યું છે

ઇડર શહેરમાં ભગવાન જગન્નાથ નગર યાત્રાએ નીકળવાના છે અને સૌ કોઈ રથયાત્રાની તૈયારીઓ કરી રહ્યા છે. રથયાત્રામાં કોઈ અનચ્છિય ઘટના ન બને તે માટે તંત્ર પહેલેથી સજ્જ બન્યુ છે.એસપી વિશાલ કુમાર વાઘેલાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી, એસઓજી PI વાઘેલા, ઇડર પોલીસ,જીલ્લા એલસીબી પોલીસ રથયાત્રા રૂટનું ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!