28 C
Ahmedabad
Monday, May 6, 2024

Earthquake in Afghanistan : અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, 950ના મોત, 600થી વધુ ઈજાગ્રસ્ત


કાબુલ : અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકાએ તબાહી મચાવી છે, જેમાં મૃત્યુઆંક 1000 પર પહોંચી ગયો છે. બુધવારે વહેલી સવારે પૂર્વ અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 950 લોકો માર્યા ગયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 હતી. પત્રકારો સાથે વાત કરતા સ્થાનિક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધી શકે છે કારણ કે, ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપના કારણે 600 થી વધુ લોકો ઘાયલ થયા હતા અને દૂરના પહાડી ગામોમાંથી મળેલી માહિતીના આધારે મૃત્યુઆંક વધી રહ્યો છે.

Advertisement

તાલિબાન એડમિનિસ્ટ્રેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વડા મોહમ્મદ નસીમ હક્કાનીએ એક સમયે જણાવ્યું હતું કે મોટાભાગના પુષ્ટિ થયેલા મૃત્યુ પક્તિકા પ્રાંતના હતા. તેમણે કહ્યું કે નાંગરહાર અને ખોસ્ટના પૂર્વ પ્રાંતમાં પણ મૃત્યુ નોંધાયા છે. અધિકારીઓ વધુ જાનહાનિ માટે જમીની સ્તરે તપાસ કરી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!