34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home રાષ્ટ્રીય ઈન્દોર-ખંડવા રોડ પર બસ 40 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 5ના મોત, 47...

ઈન્દોર-ખંડવા રોડ પર બસ 40 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 5ના મોત, 47 ઇજાગ્રસ્ત

0

મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક દર્દનાક અકસ્માત થયો છે. અહીંના સિમરોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈન્દોર-ખંડવા રોડ પર એક પેસેન્જર બસ 40 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 47 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં ઘણા લોકોની હાલત નાજુક છે.

બસમાં ફસાયેલા મુસાફરોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. એસપી (ગ્રામીણ) ભગવત સિંહ બિરડેએ 5 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ દુર્ઘટના પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. ટ્વીટમાં શોક વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે ઇન્દોરના સિમરોલ પાસે બસ અકસ્માતમાં અનેક અમૂલ્ય જીવોના અકાળે મૃત્યુના હૃદયદ્રાવક સમાચાર મળ્યા છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!