30.7 C
Gujarat
Monday, August 17, 2026
Home HeadLines આસામમાં પૂરગ્રસ્તોને મોટી રાહત, અપર આસામમાં માર્ગ અને સંચાર વ્યવસ્થા સંપૂર્ણપણે પુનઃસ્થાપિત

આસામમાં પૂરગ્રસ્તોને મોટી રાહત, અપર આસામમાં માર્ગ અને સંચાર વ્યવસ્થા સંપૂર્ણપણે પુનઃસ્થાપિત

0
419

સતત વરસાદ અને બ્રહ્મપુત્ર નદીમાં આવેલા પૂરના કારણે અસરગ્રસ્ત બનેલા અપર આસામમાં રાહત અને પુનર્વસન કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર અપર આસામમાં માર્ગ અને સંચાર વ્યવસ્થા હવે 100 ટકા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. જોકે પૂરથી અત્યાર સુધી 68 લોકોના મોત થયા છે અને હજારો પરિવારો હજુ પણ રાહત શિબિરોમાં આશરો લઈ રહ્યા છે.

પૂરના કારણે શિવસાગર, જોરહાટ સહિત અનેક જિલ્લાઓમાં ઘરો, ખેતી અને જાહેર સંપત્તિને ભારે નુકસાન પહોંચ્યું છે. રાજ્ય સરકાર, NDRF, SDRF અને સ્થાનિક સ્વયંસેવક સંસ્થાઓ દ્વારા ખોરાક, પીવાનું પાણી, દવાઓ અને અન્ય જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ મેડિકલ કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આસામની સ્થિતિની સમીક્ષા કરીને રાજ્યને કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય સહાય આપવાની ખાતરી આપી છે. રાજ્ય સરકારનું કહેવું છે કે હાલ પૂરનું પાણી ધીમે ધીમે ઓસરતું હોવા છતાં પુનર્વસનનું કામ હજુ અનેક દિવસો સુધી ચાલુ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!