33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અમદાવાદ શહેરમાં રથયાત્રાના દિવસે કાલુપુર રેલ્વે સ્ટેશન પર ઇ-રિક્ષાઓ મુકવામાં આવશે

અમદાવાદ શહેરમાં રથયાત્રાના દિવસે કાલુપુર રેલ્વે સ્ટેશન પર ઇ-રિક્ષાઓ મુકવામાં આવશે

0
160

અમદાવાદ શહેરમાં રથયાત્રાના દિવસે કાલુપુર રેલ્વે સ્ટેશન પર ઇ-રીક્ષાઓ મુકવામાં આવશે વિગતે વાત કરીએ તોટ્રેનથી આવતા મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે આયોજન કરવામાં આવ્યુંભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને અમદાવાદ શહેર પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં ૨૫ હજારથી વધારે પોલીસ ઉપરાંત, જે વિસ્તારમાં યુવાનોની સેવા પણ લેવામાં આવશે. એટલું જ નહી સૌ પ્રથમવાર હેલીકોપ્ટર દ્વારા સમગ્ર રથયાત્રાનું હવાઇ સર્વેક્ષણ કરવામાં આવશે. સાથે સાથે મોટા પ્રમાણમાં ડ્રોન કેેમેરાનો ઉપયોગ કરવામાં આવશે.

રથયાત્રામાં અગાઉ અમદાવાદમાં ફરજ બચાવી ચુકેલા પીએસઆઇ થી માંડીને આઇપીએસ અધિકારીઓને વિશેષ જવાબદારી પણ સોંપવામાં આવશે. કોરોનાને કારણે બે વર્ષ સુધી રથયાત્રા નીકળી નહોતી. જેથી ચાલુ વર્ષે યોજાનારી રથયાત્રાને લઇને સમગ્ર અમદાવાદમાં ભારે ઉત્સાહનો માહોલ છે અને અભુતપૂર્વ જનમેદની ઉમટી પડે તેવી શક્યતાને જોતા રથયાત્રા વિના વિધ્ને પસાર થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં પેરા મીલેટરી ફોર્સ અને પોલીસ વિભાગના મળીને ૨૫ હજારથી વધારે જવાનો તેમજ અધિકારીઓ રથયાત્રા બંદોબસ્તમાં જોડાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!