38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ સાબરકાંઠા : LCBએ ટ્રક-ટ્રેલરમાં પાવડરની આડમાં ઘૂસાડાતો 47.54 લાખનો દારૂ ઝડપ્યો, રતનપુર...

સાબરકાંઠા : LCBએ ટ્રક-ટ્રેલરમાં પાવડરની આડમાં ઘૂસાડાતો 47.54 લાખનો દારૂ ઝડપ્યો, રતનપુર ચેકપોસ્ટ પાર કરી ગાંભોઈ પહોંચ્યું ટ્રેલર

0
176

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે પોલીસ દ્વારા દારૂની હેરાફેરી કરતાં આવા વાહનો સાથે બુટલેગરોને પકડી પાડવામાં આવે છે .સાબરકાંઠા જીલ્લા SP વિશાલ કુમાર વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્રએ બુટલેગરો પર તવાઈ બોલવતા બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી માટે નીતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે જીલ્લા એલસીબી પોલીસે આગીયોલ-બેરણા ચોકડી નજીકથી ટ્રક ટ્રેલરમાં ભરેલો 47 લાખથી વધુનો દારૂ અમદાવાદ ઘર કરી જાય તે પહેલા ઝડપી લઇ ટ્રક ટ્રેલરના ચાલકને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

સાબરકાંઠા એલસીબી પીએસઆઈ એસ.જે.ચાવડા અને તેમની ટીમે ગાંભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ને.હા.નં-8 પર આગીયોલ-બેરણા ચોકડી પર વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા શામળાજી તરફથી પાવડર ભરેલ ટ્રક-ટ્રેલરમાં મોટી માત્રામાં વિદેશી દારૂની ખેપ થઇ રહી હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની બાતમી આધારિત ટ્રક-ટ્રેલર આવતા અટકાવી તલાસી લેતા ટ્રક-ટ્રેલરમાં કેમિકલ પાવડર ભરેલ કોથળાની આડમાં સંતાડેલ વિદેશી દારુની બોટલ નંગ-8364 કીં.રૂ.4754160/- નો જથ્થો જપ્ત કરી ટ્રક-ટ્રેલર ચાલક મનીષ ગિરધારીસિંહ જાંખાડ (રહે,સાંખુ-શીકર,રાજસ્થાન) ને દબોચી લઇ વિદેશી દારૂ, ટ્રક-ટ્રેલર, તાડપત્રી, મોબાઈલ મળી રૂ.58 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાન બલારાના કિશોર જાટ વિરુદ્ધ ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

સાબરકાંઠા એલસીબી પીઆઈ એમ.ડી.ચંપાવતના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાંથી બુટલેગરે ટ્રક-ટ્રેલરમાં વિદેશી દારૂ ભરી આપ્યો હતો આ વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ બુટલેગરને આપવાનો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!