દેશમાં ખેડૂતોએ આંદોલન કર્યા પછી હવે રોજગારી માટે આંદોલનના ભણકારા વાગી રહ્યા હોય તેવું લાગે છે. અમદાવાદ ખાતે રોજગાર સંસદ યોજવામાં આવી હતી, જેમાં પુરા દેશ કરે પુકાર, રોજગાર દો.. રોજગાર દો.. ના નારા સાથે રોજગાર સંસદ યોજવામાં આવી હતી.
સંયુક્ત રોજગાર આંદોલન સમિતી દ્વારા અમદાવાદાના ભારતીય વિદ્યા ભવન ખાતે રોજગાર સંસદ યોજવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રીય રોજગાર નિતી લાગુ કરવા માટે રાષ્ટ્રવ્યાપી આંદોલનની પહેલ પણ કરવામાં આવી હોવાની માહિતી મળી છે. આ રોજગાર સંસદમાં રોજમદારો તેમજ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરતા લોકોના પ્રશ્નો તેમજ બેરોજગાર લોકો માટે રોજગારીના અવસરો મળે તે માટે આ સભા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થી, યુવા, શિક્ષક, મજૂર, ખેડૂત, મહિલા, પત્રકાર, દલિત, આદિવાસી,એન.જી.ઓ. જેવા તમામ સંગઠનોએ ભાગીદારી કરી હતી.
આ સભામાં તમામ રોજમદાર, આઉટસોર્સથી કામ કરતા કર્મચારી તેમજ શોષણ થતું હોય તેવા કર્મચારીઓના હક અને પ્રાણપ્રશ્નોનું નિરાકરણ થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી.





