38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ સાબરકાંઠા : હિંમતનગરની યુવતીને FECEBOOK પર મિત્રતા ભારે પડી, ન્યૂડ ફોટા મંગાવી...

સાબરકાંઠા : હિંમતનગરની યુવતીને FECEBOOK પર મિત્રતા ભારે પડી, ન્યૂડ ફોટા મંગાવી બ્લેકમેલ કરનાર યુવકને સાયબર ક્રાઇમે દબોચ્યો

0
310

આજની દુનિયામાં દુનિયાએ ખૂબ આગળ નીકળી ગયું છે અને સોશ્યલ મીડિયા જોરશોરથી ચાલી રહ્યું છે, સોશ્યલ મીડિયાની અનેક એપ્લિકેશન મારફતે અનેક યુવતીઓ અને મહિલાઓ યુવકો સાથે પ્રેમ સબંધ અને ફ્રેન્ડશીપના નામે દુષ્કર્મ અને છેતરપિંડીનો ભોગ સતત બની રહી છે છેલ્લા કેટલાક સમયથી સાયબર હનીટ્રેપનો પણ અનેક લોકો ભોગ બની રહ્યા છે અમદાવાદ વટવાના યુવકે હિંમતનગરની એક યુવતી સાથે ફેસબુક પર મિત્રતા કરી વિશ્વાસ કેળવી સાયબર હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતા આખરે યુવતી અને તેના પરિવારજનોએ યુવક વિરુદ્ધ સાબરકાંઠા સાયબા ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
સાબરકાંઠા સાયબર ક્રાઈમના પીએસઆઈ આર.વી.પ્રજાપતિ અને તેમની ટીમે હિંમતનગરની યુવતી સાથે ફેસબુક પર મિત્રતા કેળવી અંગત પળોના ફોટા અને વિડીયો રેકોર્ડિંગ કરી યુવતી અને તેના પરિવારજનોને બ્લેક મેઈલ કરી પૈસા પડાવનાર કપડવંજના અને હાલ અમદાવાદ વટવાની આસોપાલવ સોસાયટીમાં રહેતા આદર્શ અરવિંદ દરજી નામના યુવકને અમદાવાદથી ઝડપી પાડી જેલ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી સાયબર પોલીસે આ યુવકે અન્ય યુવતીઓ કે મહિલાઓને સાયબર હનીટ્રેપનો ભોગ બનાવી છે કે નહીં તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

કઈ રીતે હિંમતનગરની યુવતી સાયબર હનીટ્રેપનો ભોગ બની વાંચો

પ્રાપ્ત માહિતી અનુસાર, હિંમતનગરની પૂજા (નામ બદલેલ છે) નામની યુવતી ફેસબુક નામની એપ્લિકેશનનો ઉપયોગ કરતી હતી એક દિવસ એક અજાણ્યા યુવકની ફ્રેન્ડ રિકવેસ્ટ આવતા તેને યુવકની રિકવેસ્ટ સ્વીકાર્યા પછી હાઈ….હેલ્લો….ગુડ મોર્નિંગ જેવા મેસેજની આપલે કર્યા પછી યુવકે યુવતી સાથે મિત્રતા કેળવી હતી અને યુવકે યુવતીને ધીરે ધીરે યેનકેન પ્રકારે વિશ્વાસ કેળવી લીધો હતો યુવકને યુવતી તેની પ્રેમભરી વાતો રૂપી જાળમાં આબાદ ફસાઈ જતા બિભસ્ત વાતો કરી તેની પાસેથી તેના ન્યુડ ફોટો મંગાવી લીધા હતા તેમજ યુવતીને જાતીય ઉશ્કેરી બિભસ્ત વિડીયો પણ રેકોર્ડિંગ કરી લીધા હતા ત્યાર બાદ તેને અને તેના પરિવારજનોને યુવતીના ન્યૂડ ફોટા અને વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેઈલ કરવા લાગ્યો હતો અને પૈસા પડાવી લીધા હતા તેમ છતાં આ યુવકે સતત બ્લેક મેઈલની ધમકીઓ આપતો રહેતો હોવાની સાથે વધુ પૈસાની ડિમાન્ડ કરતા આખરે યુવકના અસહ્ય બનેલા ત્રાસથી યુવતી અને તેના પરિવારજનોએ યુવક સામે સાબરકાંઠા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવા મજબુર બન્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!