38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત એક દુર્ઘટનામાં પતિનું મોત પત્ની-પુત્રનો બચાવ બે કહેવત સાચી સાર્થક : પતિ...

એક દુર્ઘટનામાં પતિનું મોત પત્ની-પુત્રનો બચાવ બે કહેવત સાચી સાર્થક : પતિ માટે ‘મોત ગમે ત્યારે ટપકે’ ,પત્ની-પુત્ર માટે ‘રામ રાખે તેને કોણ ચાખે’

0
293

મોત કઈ રીતે અને ક્યાંથી ટપકે એનું ઠેકાણું નહિ….!!! અને રામ રાખે તેને કોણ ચાખે ની કહેવતને સાર્થક કરતી ઘટના એક પરિવાર સાથે બની હતી જેમાં પતિનું મોત નીપજ્યું હતું જયારે પત્ની-પુત્રનો ચમત્કારિક બચાવ થયો છે માલપુર પંથકમાં વાવાઝોડા સાથે વરસાદમાં અનેક સ્થળે ઝાડ ધારાશાયી થયા હતા સરતાનપુરા નજીક રોડ પરથી પસાર થતા એક બાઈક ચાલક પર ધડાકાભેર પડતા બાઈક ચાલકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું માલપુર તાલુકાના ખલીકપુર ગામનો યુવક પત્ની-પુત્ર સાથે સાસરીમાંથી ઘરે પરત ફરતા રસ્તામાં બાઈકમાં પેટ્રોલ પૂરું થતા પત્ની-પુત્રને રોડ પર ઉતારી પેટ્રોલ પુરાવવા જતા યમદૂત બનેલ ઝાડ પડતા યુવકનું મોત થયું હતું જયારે પત્ની-પુત્રનો આબાદ બચાવ થયો હતો

માલપુર તાલુકાના અણીયોર નજીક આવેલા સુરાતનપુરા થી પીપરાણાની સીમમાં બાઈક સવાર યુવકનું ઝાડ પડતા ગંભીર ઇજાઓથી સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. ખલીકપુરનો યુવાન ભાવેશભાઈ પ્રભાતભાઈ ખાંટ ઉ.વર્ષ 25 જેઓ રવિવારના સવારે પત્ની બાળક સાથે પોતાની સાસરી જાલોદર ગામે ગયો હતો. જે સાંજના સમયે પરત ફરતાં બાઈકમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું હતું. જે પોતાની પત્ની અને બાળકને વચ્ચે ઉતારી પેટ્રોલ પુરાવા જઈ પેટ્રોલ પૂરાવી પરત પત્ની અને બાળકોને લેવા સામે જઈ રહેલા બાઇકચાલકને યુવાન સુરાતનપુરાની સીમા એકાએક વાવાઝોડાના કારણે ઝાડ પડતા યુવકને ગંભીર ઇજાઓથી ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.પરિવારને જાણ થતાં શોક છવાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!