30.4 C
Gujarat
Thursday, October 1, 2026
Home ગુજરાત પ્રાથમિક શાળાનો આચાર્ય પ્રેમના પાઠ ભણાવવામાં ચતુર..!! : મોડાસાની બે સંતાનોની માતાને...

પ્રાથમિક શાળાનો આચાર્ય પ્રેમના પાઠ ભણાવવામાં ચતુર..!! : મોડાસાની બે સંતાનોની માતાને ભગાડી રફુચક્કર, શિક્ષણ જગત માટે આંચકારૂપ

0

દધાલિયા જૂથ શાળાનો એક આચાર્ય પેરા મેડિકલ સ્ટાફ સાથે સંકળાયેલ બે સંતાનોની માતાને ભગાડી જતા સનસનાટી

શાળાના આચાર્યને બે મોટા સંતાન અને મહિલા પણ બે બાળકોની માતા

પ્રેમાંધ મહિલા પતિને હોસ્પિટલના બિછાને મૂકી પ્રેમી આધેડ શાળાના આચાર્ય સાથે ફરાર

વિદ્યાર્થીઓ શિક્ષકોને પોતાના આદર્શ માનતા હોય છે. શિક્ષકોના જીવનમાંથી ઘણું બધું વિદ્યાર્થીઓ શિખતા હોય છે. પરંતુ ઘણી વખત શિક્ષકો એવા કારનામા કરી બેશે કે વિદ્યાર્થીઓને પણ શરમમાં મૂકાઈ જવું પડતું હોય છે. અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાની એક પ્રાથમિક શાળામાં ફરજ બજાવતો આચાર્યને ગ્રામ્ય વિસ્તારની અને મોડાસા શહેરની ખાનગી હોસ્પિટલમાં પેરા મેડિકલ સ્ટાફ તરીકે ફરજ બજાવતી બે સંતાનોની માતા સાથે પ્રેમ થતા પ્રેમમાં પાગલ બંને પ્રેમી પંખીડા રફુચક્કર થઇ જતા બંને પ્રેમી પંખીડાના પરિવારજનો શોધખોળ હાથધરી છે પ્રેમાંધ શિક્ષક પ્રવેશોત્વમાં પણ ગેરહાજર રહ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.

પ્રાથિમક શાળાનો આચાર્ય 5 દિવસથી ગેરહાજર હોવાની અરજી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે પહોંચી : સૂત્ર

શિક્ષણ જગતમાં આ ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે અને શિક્ષણ જગતને લાંછન લગાડનાર આચાર્ય સામે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. મોડાસા તાલુકાના દધાલિયા જુથ શાળામાં આવેલી એક પ્રાથમિક શાળાનો આચાર્યને તેના મોસાળની અને મોડાસા શહેરમાં રહેતી રૂપરૂપના અંબાર સમી બે સંતાનો ધરાવતી મહિલા સાથે પ્રેમ સબંધ બંધાતા બંને પ્રેમી પંખીડા સામાજિક બંધનો અને ઉંમરની મર્યાદાને વટાવી પ્રેમમાં પાગલ બની થોડા દિવસ પૂર્વે રફુચ્ચકર થઇ ગયા હતા પ્રેમાંધ આચાર્ય અને મહિલાના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું બંનેના પગલાથી પરિવાજનો ક્ષોભ જનક સ્થિતિમાં મુકાવવાનો વારો આવ્યો છે હાલ તો બંને પ્રેમી પંખીડાના પરિવારજનોએ વિવિધ સંભવિત સ્થળોએ તપાસ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!