અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું લાગે છે. તેમાંય ખાસ કરીને મોડાસા તાલુકા વિસ્તારમાં પોલિસ ઊંધા માથે જોવા મળી છે. મોડાસા તાલુકાના મોટી ચીચણોનો વિવાદ હજુ શાં થયો નથી ત્યાં તો એક વકીલ પર જીવલેણ હુમલો થતાં પોલિસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. પત્રકારો અને વકીલો સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કરનાર પીએસઆઈની નાક નીચે ગ્રામ્ય વિસ્તારમાં એક વકીલ પર જીવલેણ હુમલો થતાં ચકચાર મચી જવા પામી છે.

મોડાસા તાલુકાના કુડોલ ગામના વતની અને વ્યવસાયે વકીલાત કરતા જયેન્દ્રભાઈ પ્રજાપતિ રોજિંદીક્રિયા મુજબ મોડાસા આવતા હતા તે સમય દરમિયાન 6 શખ્સો ગાડી લઇને આવ્યા અને તેઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. ભાગ બનનાર વકીલ જયેન્દ્રભાઈએ જણાવ્યું કે, તેઓ મોડાસા આવી રહ્યા હતા, તેમણે જણાવ્યું કે, 29 જુનના રોજ સવારે 10 વાગ્યાના અરસામાં તેમના ગામથી નિકળી જંબુસર, દધાલિયા થઇ મોડાસા આવી રહ્યા હતા, તે સમય દરમિયાન મોતીપુરા ગામની સીમમાં એક સફેદ કલરની ઇકો કાર ચાલકે વકીલની કારને રોકી અકસ્માત કરવાનો પ્રયાસ કર્યો હતો. વકીલે અકસ્માતથી બચવા રોડ પરથી કાર નીચે ઉતારી દીધી હતી, તે સમયે ઇકો કારમાંથી 4 ઇસમો ઉતરી વકીલને કહેવા લાગ્યા કે, તમે દારૂનો ધંધો કરો છો, ગાડી ચેક કરવી પડશે. ત્યારબાદ વકીલને ગાડીમાંથી ખેંચી નીચે ઉતારી દીધા હતા, તે સમય દરમિયાન અન્ય પલ્સર ચાલક 2 ઇસમો હાથમાં પાવડા તેમજ અન્ય હથિયારો લઇને આવીને વકીલને માર મારવાનો શરૂ કર્યો હતો, જેને લઇને વકીલને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે તાત્કાલિક એમ્બ્યુલન્સ થકી ઇજાગ્રસ્ત વકીલને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરવા માટે લવાયા હતા.
સાંભળો ભોગ બનનાર વકીલે શું કહ્યું..
અરવલ્લી જિલ્લા પોલિસ વડા સંજય ખરાત કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે માટે પૂરતા પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ માત્ર ઇસ્ત્રી ટાઇટ કપડાં પહેરી રોફ જમાવતા ગ્રામ્ય પોલિસ સ્ટેશનના અધિકારીઓની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. ગ્રામ્ય પોલિસ સ્ટેશનની હદમાં કાયદે વ્યવસ્થા હવે સંપૂર્ણપણે કથળી છે અને આવા માથાભારે ઇસમો પોલિસ પર હાવિ થઇ રહ્યા હોય તેવું સ્પષ્ટ લાગે છે. જ્યાં રોફ જમાવવાનો હોય ત્યાં પીએસઆઈ રોફ નથી જમાવતા ને વકીલો ને કહે છે Get Out અને પત્રકારોને તેમની કામગીરી કરતા રોકી કહે છે કે, વીડિયો ના ઉતારતા નહીં તો ગુનો લાગુ પડશે.
જ્યાં કાયદો વ્યવસ્થા કથળશે, માથાભારે શખ્સો આવી ઘટનાને અંજામ આપશે ત્યાંરે પત્રકારો સવાલો ઉઠાવશે. ગ્રામ્ય પોલિસ જવાબદારીથી મુક્ત બનવા વકીલ આલમ તેમજ મીડિયાના અવાજને દબાવવાનો પ્રયાસ કેવી રીતે કરી શકે છે…?
મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં વકીલ પર થયેલા હુમલાથી મોડાસા ગ્રામ્ય પોલિસની કામગીરી પર સવાલો
ગ્રામ્ય પોલિસ કાયદો વ્યવસ્થા જાળવવામાં કેમ નિષ્ફળ નિવળી છે ?
ગ્રામ્ય પોલિસને લોકોની ચિંતા કરવામાં રસ નથી તો શેમાં રસ છે ?
રાત્રીના સમયે ગ્રામ્ય વિસ્તારોમાં પૂરપાટ ઝડપે મોપેડ કેમ દોડે છે ?
જ્યાં રોફ જમાવવાનો હોય ત્યાં કેમ આંખ આડા કાન કરે છે સાહેબ ?





