34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home ગુજરાત ખેડૂતની કરોડો રૂપિયાની જમીનનું બારોબારીયું : હિંતનગરના હડિયોલના ખેડુતની જાણ બહાર જમીન...

ખેડૂતની કરોડો રૂપિયાની જમીનનું બારોબારીયું : હિંતનગરના હડિયોલના ખેડુતની જાણ બહાર જમીન વેચાઈ ગઈ હોવાનો કિસ્સો બહાર આવ્યો

0

રજીસ્ટાર કચેરી દ્વારા ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં આટલી મોટી ભૂલ કઈ રીતે થાય તે મોટો પ્રશ્ન ઉભો થયો

સાબરકાંઠા જિલ્લામાં જમીન માફિયાઓ સક્રિય ખેડૂતોની જાણ બહાર વહેંચી નાખે છે તમે નકલી દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરી જમીન વેચવાનું ચાલતું ગોરખ ધંધો કરોડો રૂપિયાની જમીન વેચાય જાય છે તેવો એક કિસ્સો હડિયોલ ગામનામાં બહાર આવ્યો છે.

જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નરેશભાઈ ની જમીનનો વેચાણ દસ્તાવેજ થઈ ગયા છે અને તેના નામે 27 લાખ રોકડા અને 30 લાખના ચેક પણ લેવાઈ ગયા છે જો કે જે વ્યક્તિ જમીન રાખી છે તેણે ખેતર માં ફેન્સીંગ નું કામ શરૂ કરતા બાજુના ખેતરવાળાએ વિરોધ કર્યો અને આખુ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો.

ખડોલ થી 500 કિલોમીટર દૂર નોકરી કરતા જમીન માલિકને ખ્યાલ પણ નહોતો કે તેની જમીનના ખોટા દસ્તાવેજ તેના ખોટા આધારકાર્ડ અને તેના ફોટા પાન કાર્ડની મદદથી થઈ ગયા છે આ સમગ્ર મામલે રજીસ્ટ્રાર કચેરી ની ભૂમિકા પણ શંકાસ્પદ જણાઈ આવે છે રજીસ્ટાર કચેરીમાં દસ્તાવેજોનું ક્રોસ વેરિફિકેશન કરવાનું હોય છે પરંતુ રજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓએ કયા કારણોસર આધારકાર્ડ અને પાનકાર્ડ ના ફોટા ચેક ન કર્યા તે તપાસનો વિષય છે જોકે આ સમગ્ર મામલે રજિસ્ટ્રાર કચેરીના અધિકારી ને પૂછતા તેમણે ગુણ જવાબ આપી પોતાનું અને પોતાની ઓફિસના કર્મચારીઓ નો બચાવ કર્યો હતો.

હડિયોલ ગામની જમીનના ભાવ હાલમાં કરોડો રૂપિયા બોલાઈ રહ્યા છે ત્યારે ભૂમિ આવું આવી સોનાની લગડી જેવી જમીન અંગે કરી તેનો બારોબાર કરીને વેચવાના પ્રયત્નો કરી રહ્યા છે ખોટા દસ્તાવેજો અને આધાર પુરાવા ઊભા કરી આ રીતે લોકોની જમીન લાખોની કમાણી કરી રહ્યા છે સમગ્ર મામલે ગામના લોકોએ હિંમતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીશ જોકે નવાઈની વાત છે એ છે કે હિંમતનગર એ ડિવિઝન પોલીસે જે લોકોની જમીન વેચાય છે એની ફરિયાદ નથી નોંધે પરંતુ જે વ્યક્તિએ જમીન રાખી છે તેની ફરિયાદ નોંધ છે.ત્યારે આજે હડિયોલ ગામના 200થી વધુ લોકો સાથે મળી ખેડૂતે સમગ્ર મામલે હવે જિલ્લા કલેકટર દ્વારા તપાસ કરાવવા માટે કલેકટરને આવેદનપત્ર આપ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!