33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home કરંટ ઇશ્યુ Udaipur Murder : કનૈયાલાલની હત્યાને લઇને VHP માં રોષ, આરોપીઓને ફાંસી આપવાની...

Udaipur Murder : કનૈયાલાલની હત્યાને લઇને VHP માં રોષ, આરોપીઓને ફાંસી આપવાની માંગ સાથે મોડાસામાં પુતળા દહન

0
210

નુપુર શર્માને સમર્થન આપવા બદલ રાજસ્થાનના ઉદેપુરમાં એક ટેલર કનૈયાલાલનુ ગળુ કાપીને હત્યા કરી દેવાઈ હોવાની ઘટના બાદ આખા દેશમાં ભારે આક્રોશ છે. ઉદેપુર સહીત રાજસ્થાનમાં અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું છે

સમગ્ર દેશમાં સતત હિંદુઓની હત્યા કરવામાં આવી રહી છે આ હત્યારાઓ પાછળ પાકિસ્તાની જેહાદીઓનો હાથ હોવાની સંભાવના છે કટ્ટરવાદી માનસિકતા ધરાવતા જેહાદીઓને શોધી કાઢી ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવી ફાંસીના માંચડે લટકાવી દેવાની માંગ સાથે અરવલ્લી જીલ્લા વિશ્વ હિન્દૂ પરિષદે માંગ કરી છે. આ સમગ્ર ઘટનાના વિરોધમાં મોડાસા ચાર રસ્તા ખાતે ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને આરોપીઓના પુતળાનું દહન કરી રોષ ઠાલવ્યો હતો.

વિશ્વ હિન્દૂ પરિષદના આગેવાનોએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ હિન્દુ સમાજને ટાર્ગેટ કરી રહ્યા છે, પહેલા મહારાષ્ટ્રમાં સાધુ સંતોને ટાર્ગેટ બનાવી બોટાદમાં કિશન ભરવાડની હત્યાની ઘટનાને અંજામ આપ્યો અને હવે ઉદેપુરની ઘટનાને અંજામ આપ્યો છે. દેશના આવા ગદ્દારોને ફાંસીની સજા આપવાની માંગ સાથે વિશ્વ હિન્દૂ પરિષદે ઉગ્ર માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!