43 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી : ધી મોડાસા ઘાંચી એજ્યુકેશન સોશિયલ વેલ્ફેર ટ્રસ્ટ, મોડાસાની વાર્ષિક સાધારણ સભા  


ધી ઘાંચી હાઇસ્કુલ, ભેરુંડા રોડની બિલ્ડિંગમાં રવિવારના રોજ ને રવિવારે સવારે 9:30 કલાકે સંસ્થાના પ્રમુખ હાજી સિકંદર ભાઈ વાઈ. સુથાર (રાજાબાબુ) ના અધ્યક્ષ સ્થાને વર્ષ 2020-21 ની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી.

Advertisement

Advertisement

સભાની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી. એજન્ડા મુજબ વર્ષ 2020-21 ના હિસાબો જનરલ સભા સમક્ષ રજુ કર્યા, જેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ શિક્ષણ સમિતિના ચેરમેન સઈદ અહેમદ ભુરાએ શિક્ષણ અંગેનો અહેવાલ અને આગામી આયોજન અંગે માહિતી આપી હતી.

Advertisement

Advertisement

સંસ્થાના પ્રમુખ દ્વારા સંસ્થાની હાલની પરિસ્થિતિ અને સંસ્થા દ્વારા ચાલતી શાળાની આર્થિક પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. સખી દાતાઓને પોતાના લિલ્લાહ – જકાત – દાન દ્વારા સંસ્થાને મદદ કરવા અપીલ કરી હતી. જનરલ સભામાં સંસ્થાના સેક્રેટરી હનીફભાઇ સીધવા, ઉપપ્રમુખ અબ્દુલ રઝાક ભાઈ ખાનજી, જોઇન્ટ સેક્રેટરી મોહમ્મદ આરીફ ભાઈ ગુજરાતી અને અન્ય સભાસદોએ સંખ્યામાં હાજરી આપી હતી.અંતમાં સેક્રેટરીએ આભાર વ્યક્ત કરી જનરલ સભા પૂરી થયાનું જાહેર કર્યું.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!