38 C
Gujarat
Sunday, July 12, 2026
Home કરંટ ઇશ્યુ રશિયન ટેંકોએ ઇમારતો પર બોમ્બ ફેંક્યા, હુમલામાં બિલ્ડીંગ ધરાશાયી, કીવમાં ગોળીબારમાં 7...

રશિયન ટેંકોએ ઇમારતો પર બોમ્બ ફેંક્યા, હુમલામાં બિલ્ડીંગ ધરાશાયી, કીવમાં ગોળીબારમાં 7 લોકોના મોત

0
286

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. બન્ને દેશ વચ્ચે યુદ્ધના 18 મા દિવસે પણ પરિસ્થિતિમાં કોઇ જ સુધાર જોવા નથી મળી રહ્યો. આ વચ્ચે યુક્રેન રશિયાના બે હેલિકોપ્ટરને તોડી પાડ્યા હોવાની વિગતો સામે આવી છે.

યુક્રેને દાવો કર્યો છે કે, તેમણે ખેરસોનમાં રશિયાના બે હેલિકોપ્ટરને નષ્ટ કર્યા છે. તો બીજી બાજુ રશિયાએ યુક્રેનનાના ઓબ્લાસ્ટમાં સતત બોમ્બ મારો કરવામાં આવી રહ્યો છે. ઓબ્લાસ્ટમાં રશિયાએ બોમ્બ બ્લાસ્ટ કરીને વળતો જવાબ આપ્યો છે. સાથે જ રશિયાના સૈનિકોએ કીવમાં ગ્રીન કોરિડોર મારફતે રેસ્ક્યુ કરી રહેલી મહિલાઓ અને બાળકો પર તાબળતોબ ગોળિયો ચલાવી હતી, જેમાં બાળકો સહિત 7 લોકોના મોત થયા છે. યુક્રેનના મારિયૂપોલ શહેરમાં રશિયાની જબરજસ્ત ગોળીબારીમાં ચાલી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!