રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી અને કૉંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષિયારાના નિધનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યું છે કે, ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાના અવસાનથી દુઃખ થયું. લોકસેવક તરીકે તેઓ સદાય યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના…।





