28.1 C
Gujarat
Sunday, August 2, 2026
Home હેલ્થ બાળકની હાઇટ ઓછી છે? તો રોજ કરાવો તાડાસન, જાણો બીજા ફાયદાઓ પણ

બાળકની હાઇટ ઓછી છે? તો રોજ કરાવો તાડાસન, જાણો બીજા ફાયદાઓ પણ

0
495

આજની આ ફાસ્ટ લાઇફમાં દરેક પેરેન્ટ્સે બાળકને યોગા કરાવવા જોઇએ. બાળકને યોગા કરાવવાથી સ્વાસ્થ્યને અનેક ઘણો ફાયદો થાય છે. આજની જનરેશનને ફાસ્ટફુડ ખાધા વગર ચાલતુ નથી જેના કારણે નાની ઉંમરમાં જ અનેક તકલીફો શરૂ થઇ જાય છે. નાના બાળકો પણ ડાયાબિટીસથી લઇને બીજી અનેક બીમારીઓનો ભોગ બનતા હોય છે. ઘણાં બધા નાના બાળકોને ઇન્સ્યુલીન પણ લેવા પડતા હોય છે. આમ, જો તમે તમારા બાળકને રોગોથી બચાવવા માટે અને સાથે એકાગ્રતામાં વધારો કરવા ઇચ્છો છો તો તાડાસન સૌથી બેસ્ટ છે. તાડાસન કરવાથી બાળકની હાઇટ પણ સારી એવી વધે છે અને હાંડકા પણ મજબૂત થાય છે. દરેક પેરેન્ટસે બાળકને તાડાસન કરાવવું જોઇએ. તો જાણી લો તમે પણ કેવી રીતે ઘરે તાડાસન કરાવશો.

  • તાડાસન કરવા માટે સૌથી પહેલાં સામાન્ય સ્થિતિમાં ઊભા રહો. આ સ્થિતિમાં કમર અને ગરદનને સીધી રાખો.
  • ત્યારબાદ બંન્ને હાથને માથું અને ખભાની ઉપર લઈ જાઓ અને શ્વાસ અંદર લેતાં સંપૂર્ણ શરીરને ઉપર તરફ ખેંચો.
  • ત્યારબાદ પગના તળિયા પર ઊભા થઈ જાઓ.
  • હવે તમે પગની આંગળીઓથી લઈને હાથની આંગળીઓ સુધી ખેંચાશે
  • આમ, આ સ્થિતિમાં જ્યાં સુધી ઊભા રહેવાય ત્યાં સુધી રહો.
  • હવે ધીરે-ધીરે શ્વાસ છોડતા શરીર અને હાથને સામાન્ય સ્થિતિમાં લઈ આવો.

જાણો તાડાસન કરવાના ફાયદા

  • તાડાસન કરવાથી એકાગ્રતા આવે છે.
  • તાડાસન કરવાથી વધેલું વજન સડસડાટ ઘટવા લાગે છે અને પેટની ચરબી ઓગળવા લાગે છે.
  • જો તમારા બાળકની હાઇટ ઓછી છે તો તમે તાડાસન કરાવો. તાડાસન કરાવવાથી હાઇટમાં વધારો થાય છે.
  • તાડાસન કરવાથી ઘૂંટણ અને પીઠના દર્દમાં રાહત થાય છે. જો તમને સતત પીઠમાં દુખાવો થતો હોય તો તમે તાડાસન કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!