29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત કાશ્મીરમાં શહીદ થયેલા જવાનના પાર્થિવ દેહને વડોદરા એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર...

કાશ્મીરમાં શહીદ થયેલા જવાનના પાર્થિવ દેહને વડોદરા એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર સાથે પુષ્પાંજલિ

0
182

કાશ્મીરમાં શહીદ થયેલા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા ના અહલાદ પુરાના શહીદ જવાન તુલસીભાઈ બારીયાનો પાર્થિવ દેહ આજે વડોદરા એરપોર્ટ ઉપર આવ્યો ત્યારે તેઓને ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માનપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી તેમના ગામ રવાના કરવામાં આવ્યો હતો જ્યાં તેઓની અંતિમ વિધિ કરવામાં આવશે.

ગઈકાલે કાશ્મીરમાં આર્મીમાં ફરજ બજાવતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અહલાદ પુર ગામના તુલસીભાઈ બારીયાનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. ફરજ દરમિયાન શહીદ થયેલા જવાન તુલસીભાઈનો પાર્થિવદેહ આજે વિમાન દ્વારા વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચ્યો હતો ત્યારે વડોદરાના આર્મીના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો દ્વારા તેઓને ગાર્ડ ઓફ ઓનર સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેઓના મૃતદેહના કોફીન ઉપર રાષ્ટ્રધ્વજ મુકવામાં આવ્યો હતો.

વિમાનીમથકેથી તેઓના પાર્થિવદેહને લઈ આર્મીના જવાનો અને તેમના પરિવારજનો પ્રથમ બોડેલી ખાતે જવા રવાના થયા હતા. બોડેલી ખાતેના સેવા સદનથી અલીપુરા ચાર રસ્તાથી ઢોકલીયા થઈને મોડાસર ચોકડીથી અલ્હાદપુરા ખાતે મોડી સાંજે પહોંચશે.. ગામનો જવાન શહીદ થતા આખુ ગામ હીબકે ચઢ્યુ હતુ અને શહીદીને સલામ કરી રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!