29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home રાજનીતિ પંજાબ પછી AAPનું મિશન હિમાચલ અને ગુજરાત, જલ્દી પ્રચાર શરૂ કરશે ભગવંત...

પંજાબ પછી AAPનું મિશન હિમાચલ અને ગુજરાત, જલ્દી પ્રચાર શરૂ કરશે ભગવંત માન અને કેજરીવાલ

0
223

પંજાબ ચૂંટણીમાં શાનદાર જીત બાદ આમ આદમી પાર્ટી (આપ) હિમાચલ પ્રદેશ અને ગુજરાતના ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. આ બન્ને રાજ્યમાં આ વર્ષે નવેમ્બરમાં મતદાન યોજાશે.

વિશ્વસનીય સૂત્રો અનુસાર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના બનનારા મુખ્યમંત્રી ભગવંત માન આ બન્ને ચૂંટણી રાજ્યમાં પ્રચાર કરશે. હિમાચલ પ્રદેશ અને ગુજરાત બન્નેમાં અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો સીધો મુકાબલો રહ્યો છે.

સૂરત મહાનગરપાલિકા ચૂંટણીમાં મળેલી સફલતાથી ઉત્સાહિત આપને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં તકની એક ઝલક જોવા મળી રહી છે. સૂત્રનું કહેવુ છે કે, જ્યા સુધી હિમાચલનો સવાલ છે, આ પંજાબની સરહદ સાથે જોડાયેલુ છે અને પંજાબમાં આપે પ્રચંડ બહુમત સાથે વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે. આપને આશા છે કે પંજાબની લહેર હિમાચલ પ્રદેશ સુધી પણ પહોચશે.

આપે પંજાબ ચૂંટણીમાં 92 બેઠક જીતીને શાનદાર જીત મેળવી છે અને પોતાના મોટાભાગના વિરોધીઓને ખુણામાં ધકેલી દીધા છે. પંજાબની 117 સભ્યની વિધાનસભામાં કોંગ્રેસે 18 બેઠક પર જીત મેળવી હતી. પંજાબમાં જીત બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં તમામ 182 વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!