38 C
Gujarat
Sunday, July 12, 2026
Home શિક્ષણ અરવલ્લી: શ્રી એમ. કે .શાહ (લાટીવાળા) સાયન્સ કોલેજમાં નવરાત્રી મહોત્સવનું આયોજન

અરવલ્લી: શ્રી એમ. કે .શાહ (લાટીવાળા) સાયન્સ કોલેજમાં નવરાત્રી મહોત્સવનું આયોજન

0
197

ધી મ. લા .ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા સંચાલિત શ્રી એમ કે શાહ (લાટીવાળા) સાયન્સ કોલેજમાં એડવાઇઝર શ્રી ડૉ એસ. ડી .વેદિયાના માર્ગદર્શન હેઠળ ગરબાની ઊજવણી કરવામાં આવી હતી. આ ગરબા મહોત્સવમાં ખુબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. જેમાં કા.આચાર્ય પ્રિયંકા બેન પટેલ તથા સ્ટાફ ગણ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. કોલેજ સંકલન સમિતિના અધ્યક્ષ ડૉ.કે.પી.પટેલ ખાસ હાજર રહ્યા હતા. જેમાં ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ ક્રમે સેરેના પાંડવ, હાર્દિક ડબગર, દ્વિતીય ક્રમે ચીનલ પટેલ, અજય ડામોર, તૃતીય ક્રમે જયેશ્રી ખાંટ, શિવમ દરજી રહ્યાં હતાં. સફળ આયોજન બદલ મંડળના પ્રમૂખ શ્રી નવીનચંદ્ર આર મોદી, ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ શાહ એ અભિનંદન પાઠવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!