32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home શિક્ષણ છોટાઉદેપુર: નસવાડીની વિવિધ શાળાઓમાં ગરબા મહોત્સવ, વિદ્યાર્થીઓએ બોલાવી ગરબાની રમઝટ

છોટાઉદેપુર: નસવાડીની વિવિધ શાળાઓમાં ગરબા મહોત્સવ, વિદ્યાર્થીઓએ બોલાવી ગરબાની રમઝટ

0
232

ગુજરાતાં નવરાત્રી મહોત્સની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ નવરાત્રીની ઉજવણી કરાઈ રહી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નવરાત્રીના પર્વની ઉજવણી કરાઈ રહી છે. આ વચ્ચે શાળા-કોલેજ સહિત વિવિધ સંસ્થાઓમાં પણ નવરાત્રી નિમિત્તે ગરબાના આયોજનો થઈ રહ્યા છે ત્યારે નસવાડીની ધામસીયા જય અંબે સ્કૂલમાં નાના ભૂલકાઓએ નવરાત્રી પર્વની ગરબા રમી ઉજવણી કરી અને નાની બળાઓએ ચનીયાચોરી ગરબાની રમઝત બોલાવી સાથે શાળાના આચાર્ય અને શિક્ષકો પણ ગરબા રમ્યા હતા.

તો બીજી બાજુ નસવાડીની એસ.બી. સોલંકી સ્કૂલમાં પણ નવરાત્રી મહોત્સની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષખોએ નવરાત્રીની રમઝટ બોલાવી હતી. આ પહેલા માતાજીની આરતીનું પણ આયોજન કરાયું હતું, જેમાં શાળા પરિવારનો સભ્યો જોડાયા હતા.

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!