37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના જન્મ દિન નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમો...

અરવલ્લી : પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના જન્મ દિન નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા

અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભાજપ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાયા

0
548

ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા સંગઠન દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મ દિવસ નિમિત્તે મોડાસા તાલુકાના બોલુંદરામાં શ્રીકૃષ્ણાશ્રામની વૈદિક સંસ્કૃત પાઠશાળા અને યજ્ઞનારાયણ ભગવાનની પાવન ભૂમિમાં પૂ.અગ્નિહોત્રી આત્રેયભાઈ વ્યાસના સાન્નિધ્યે આજે સવા લક્ષ મહામૃત્યુંજય જપ અને હવન અનુષ્ઠાન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રભારી કુ.જયશ્રીબેન દેસાઇ, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી , હસમુખભાઇ પટેલ, ,જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઇ પટેલ, મંત્રી શ્રીમતિ સંગીતાબેન પટેલ, જિલ્લા ઉપ પ્રમુખ અનિલભાઈ પટેલ અને યશપાલ સિંહ પુવાર, મોડાસા તાલુકા સંગઠન પ્રમુખ ભીખુસિંહ પરમાર, મહામંત્રી અંકિતભાઈ,જિ.પં. આરોગ્ય સમિતિ ચેરમેન અનિરૂધ્ધસિંહ ચૌહાંણ,સાબરડેરી ડિરેકટર ભીખુસિંહ પરમાર, સાબરડેરી ડિરેક્ટર જ્યંતિભાઈ બી.પટેલ,પ્રતીક પટેલ વગરે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના જન્મ દિવસની શુભકામનાઓ પાઠવવા સાથે એમના દીર્ઘાયુ જીવન માટે અને યશ-કીર્તિમાં વૃદ્ધિ થાય એવી પ્રાર્થના કરી હતી.

પાઠશાળાના છાત્રોને પીતાંબરી વિતરણ કરાઈ

આજે બોલુંદરા શ્રીકૃષ્ણાશ્રમમાં પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા હવન યજ્ઞ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે અહીં ચાલતી વૈદિક પાઠસ્લામ અભ્યાસ કર્યા તમામ છાત્રોને પ્રભારી જયશ્રીબેન તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ અને કાર્યકરોના
હસ્તે પીતાંબરીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

મોડાસામાં રામ પાર્ક સોસાયટીમાં ખેર સર્કલનું ખાતમુહૂર્ત કરાયું

ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા સંગઠન દ્વારા મા.શ્રી સી.આર.પાટીલ ( પ્રદેશ અધ્યક્ષ ) ના જન્મ દિવસ નિમિત્તે મોડાસા શહેર રામપાર્ક સોસાયટીના નાકે ખેર સર્કલ ત્યા શહિદ ભગતસિંહ ની પ્રતિમા મુકાશે તેનુ ખાતમુહૂર્ત કરાયું અને બહેરા મુંગા શાળા ખાતે બાળકોને ભોજન વ્યવસ્થા કરાઇ ત્યારબાદ સાર્વજનિક હોસ્પિટલ ના દર્દિઓ ને ફ્રુટ વિતરણ કરાયું હતું..

કમલમ્ કાર્યાલય પાસે પાણી ની પરબનું ખાતમુહૂર્ત કરાયું

આ પ્રસંગે દેવરાજ ધામ મંદિર ના મહંત ધનેશ્વરગીરી મહરાજ, જિલ્લા પ્રભારી કુ.જયશ્રીબેન દેસાઇ, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી  હસમુખભાઇ પટેલ, જગદિશભાઇ ભાવસાર, મંત્રી  સંગીતાબેન પટેલ, જિલ્લા ઉપ પ્રમુખ યશપાલ સિંહ પુવાર, મોડાસા તાલુકા સંગઠન પ્રમુખ ભીખુસિંહ પરમાર, જિ.પં. આરોગ્ય સમિતિ ચેરમેન અનિરૂધ્ધસિંહ ચૌહાંણ, મોડાસા નગરપાલિકા ઉપપ્રમુખ આર.સી.મહેતા, સહકારી આગેવાન ભીખુસિંહ પરમાર, શ્રી ભગાભાઇ પટેલ અને આગેવાન કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા..આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ ના જન્મદિન ની ઉજવણી રૂપે જિલ્લા કાર્યલય શ્રી કમલમ્ -અરવલ્લી, મોડાસા ખાતે પાણી ની પરબ નું ખતમુહૂર્ત કરાયું હતું અને  પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી અને શુભેચ્છાઓ પાઠવી હતી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!