શામળાજી આર્ટ્સ કોલેજમાં રાસ ગરબા જોવા ગયેલા છાત્રેશ્વરી (દાવલી) ગામના યુવક પર કોલેજની બહાર અજાણ્યા યુવક ચપ્પા વડે હુમલો કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી હતી શામળાજી પોલીસે ગુન્હો નોંધી ગણતરીના દિવસોમાં યુવક પર ચપ્પા વડે હુમલો કરનાર ધંધાસણ ગામના લબરમૂછિયા યુવકને દબોચી લઇ ગુન્હાનો ભેદ ઉકેલી દીધો હતો સમગ્ર છુરેબાજીનો ખેલ પ્રેમ પ્રકરણમાં ખેલાયો હતો યુવતીના જુના પ્રેમીએ નવા પ્રેમી પર હુમલો કર્યો હોવાનું બહાર આવતા ભારે ખળભળાટ મચ્યો હતો
મોડાસા તાલુકાના છાત્રેશ્વરી (દાવલી) ગામનો દિલીપ રામાભાઇ ખરાડી નામનો યુવક શામળાજીમાં કામકાજ અર્થે આવ્યો હતો કોલેજમાં રાસ ગરબા ચાલતા હોવાથી જોવા ગયો હતો દિલીપ ખરાડી કોલેજ નજીક ઉભો હતો ત્યારે અજાણ્યો યુવક માથાના અને પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ દવાખાને ખસેડી દીધો હતો ધોળે દહાડે યુવક પર ચપ્પા વડે હુમલો થતા શામળાજી અને જીલ્લા એલસીબી પોલીસ તપાસમાં જોતરાઈ હતી અને બાતમીના આધારે ધંધાસણ ગામના વિજય રમેશ અસારીને ખાટલામાંથી ઉંઘતો દબોચી લઇ ગુન્હાનો ભેદ ઉકેલી નાખી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
ધંધાસણના વિજય રમેશ અસારીને પ્રેમ કરનાર યુવતીએ વિજય સાથે પ્રેમમા દગો આપી છાત્રેશ્વરી (દાવલી)ના દિલીપ ખરાડી નામના યુવક સાથે પ્રણયફાગ ખેલતાં વિજય અસારી સમસમી ઉઠ્યો હતો અને યુવતીના પ્રેમમાં પાગલ બની નવા પ્રેમી પર ચપ્પા વડે જીવલેણ હુમલો કર્યો હોવાની કેફિયત આપતાં પોલીસ ચોંકી ઉઠી હતી





