32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ સુરતના બુટલેગર દીપાંશુ પંજાબીની ખેપ નિષ્ફળ બનાવતી શામળાજી પોલીસ : રતનપુર ચેકપોસ્ટ...

સુરતના બુટલેગર દીપાંશુ પંજાબીની ખેપ નિષ્ફળ બનાવતી શામળાજી પોલીસ : રતનપુર ચેકપોસ્ટ પર કારમાંથી બ્રાન્ડેડ 60 બોટલ શરાબ જપ્ત

0
179

અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર સ્ટેટ મોનેટરીંગ સેલના દરોડા પછી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા હોફળી-ફોફળી બની છે શામળાજી પોલીસે સતત બીજા દિવસે રતનપુર ચેકપોસ્ટ પરથી કારમાં વિદેશી દારૂની ખેપ નિષ્ફ્ળ બનાવી હતી રતનપુર ચેકપોસ્ટ નજીકથી બલેનો કારમાં સીટ નીચે ગુપ્તખાનામાં સંતાડેલી 90 હજારની મોંઘીદાટ 60 બોટલ વિદેશી દારૂ જપ્ત કરી સુરતના દીપાંશુ આર્ય નામના બુટલેગરને દબોચી લીધો હતો

શામળાજી પીએસઆઈ વી.વી.પટેલ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક અણસોલ ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા બલેનો કારમાં વિદેશી દારૂ ભરી બુટલેગર શામળાજી તરફ આવી રહ્યો હોવાની બાતમી મળતા સતર્ક બની બાતમી આધારીત બલેનો કાર આવતા અટકાવી તલાસી લેતા કારની પાછળની સીટ નીચે બનાવેલ ગુપ્ત ખાનામાંથી 90 હજારની વિદેશી દારૂની 60 બોટલ જપ્ત કરી બુટલેગર દીપાંશુ વીરેન્દ્ર આર્ય (પંજાબી)ને ઝડપી પાડી દારૂ,કાર, મોબાઈલ મળી કુલ રૂ.2.95 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!