34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home HeadLines પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસની મુલાકાતે અમદાવાદ પહોંચ્યા, એરપોર્ટ પર રાજ્યપાલ તેમજ...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસની મુલાકાતે અમદાવાદ પહોંચ્યા, એરપોર્ટ પર રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીએ કર્યું સ્વાગત

0

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની ત્રિદિવસીય મુલાકાતે અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ હવાઇ મથકે વડાપ્રધાનનો ભાવભર્યો સત્કાર રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ તેમજ અમદાવાદના મેયર કિરીટ પરમારે કર્યો હતો

મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર, પોલીસ મહાનિદેશક આશિષ ભાટીયા તેમજ વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ પણ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.

ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોઢેરા, આમોદ, જામનગર અને અમદાવાદમાં બહુવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ,ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવાના છે. આ સાથે જ વડાપ્રધાન આણંદ અને જામ કંડોરણામાં રેલીને પણ સંબોધન કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!