29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines જામનગરમાં PM મોદીની ભવ્ય રોડ શો, પ્રોટોકોલ તોડી શહેરીજન પાસેથી પેઇન્ટિંગ સ્વીકારી,...

જામનગરમાં PM મોદીની ભવ્ય રોડ શો, પ્રોટોકોલ તોડી શહેરીજન પાસેથી પેઇન્ટિંગ સ્વીકારી, જુઓ Video

0
177

વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત માટે જામનગરની ધરતી પર પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ભવ્ય રોડ-શો જામનગર ખાતે યોજાયો હતો. દીગજામ સર્કલથી સાત રસ્તા સુધી યોજાયેલા આ જાજરમાન રોડ શોમાં પ્રધાનમંત્રીને આવકારવા બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા સમગ્ર રૂટ પર હજારો જામનગરવાસીઓ એકત્રિત થયા હતા. આપણા લોકલાડીલા વડાપ્રધાનનો કાર કાફલો પસાર થતા લોકોએ તિરંગા લહેરાવી, ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ સહિતના સુત્રોચ્ચાર કરીને તેમના પ્રત્યેનો બહોળો પ્રેમ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનએ હાથ હલાવીને જામનગરવાસીઓનો વ્યક્ત કરેલો આ પ્રેમનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.

રોડ શો દરમિયાન પીએમ મોદીએ પ્રોટોકોલ તોડીને એક વ્યક્તિ પાસે પહોંચ્યા હતા જ્યાં તેમણે એક પેઇન્ટિંગ સ્વીકારી હતી. મોટી સંખ્યામાં દૂર દૂરથી પીએમ મોદીના સ્વાગત માટે લોકો ઉમટી પડ્યા હતા ત્યારે એક વ્યક્તિ પેઇન્ટિંગ લઇને પહોંચ્યો હતો, જુઓ વીડિયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!