32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines દારૂ ઉઠાવો લેવા દોડોની બૂમો : દારૂ ભરેલી કાર પલટી જતા સ્થાનિકોએ...

દારૂ ઉઠાવો લેવા દોડોની બૂમો : દારૂ ભરેલી કાર પલટી જતા સ્થાનિકોએ દારૂની લૂંટ ચલાવી,જીવણપુર નજીક ફિલ્મી દ્રશ્યો

0
381

મોડાસા ગ્રામ્ય પોલીસે દારૂ ભરી કારમાં પસાર થતા ફિલ્મીઢબે પીછો કરતા કાર પલ્ટી જતા દારૂ લૂંટના ફિલ્મી દ્રશ્યો સર્જાયા
કારમાંથી દારૂની બોટલો લેવા લોકોની પડાપડીના દ્રશ્યોનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ

અરવલ્લી જિલ્લાના મુખ્યમાર્ગો પર પ્રોહિબિશન ડ્રાઈવ હેઠળ અરવલ્લી જિલ્લા પોલીસતંત્રએ બુટલેગરો પર તવાઈ વધારતા બુટલેગરો જિલ્લાના અંતરિયાળ વિસ્તારના માર્ગે મોટા પ્રમાણના વિદેશી દારૂ ઘુસાડવા સક્રિય બન્યા છે મોડાસા રૂરલ પોલીસે વિદેશી દારૂ ભરી કાર પસાર થતી હોવાની બાતમી મળતા પોલીસે પીછો કરતા બુટલેગરોએ કાર દોડાવતા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ઘુમાવતા જીવણપુર નજીક કાર રોડ સાઈડ ઉતરી જતા લોકોના ટોળેટોળા દોડી આવ્યા હતા કારમાં દારૂ ભરેલો જોવા મળતા કેટલાક લોકોએ રીતસર દારૂની લૂંટ ચલાવી હતી રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચતા દારૂ ભરેલી કારમાંથી બચેલો 1.27 લાખનો દારૂ સાથે બે ને દબોચી લીધા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર જીવણપૂર નજીક દારૂ ભરેલી એક્સયુવી 500 કાર રોડ સાઈડ ઉતરી જતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા કારમાં દારૂની પેટીઓ જોવા મળતા દારૂના રસિયાઓને મોજ થઇ હોય તેમ કારમાંથી દારૂ ભરેલી બોટલો ઉઠાવી દોટ લગાવતા અન્ય લોકોએ પણ રીતસર દારૂની લૂંટ ચલાવવા પડાપડી કરતા ભારે ચકચાર મચી હતી સમગ્ર દારૂ લૂંટની ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા દારૂ બંધીના લીરેલીરા ઉડ્યા હતા

મોડાસા રૂરલ પોલીસે જીવણપૂર નજીક રોડ સાઈડ ઉતરી ગયેલી કારમાંથી વિદેશી દારૂ અને બીયર ટીન 456 નંગ રૂ.1.27 લાખથી વધુનો દારૂ જપ્ત કરી રાજસ્થાનના કાર ચાલક પ્રવીણ ધર્મચંદ તબીયાડ અને અભિષેક શંકર લાલ ડામોરને દબોચી લઇ વિદેશી દારૂ, કાર અને મોબાઈલ મળી રૂ.630200/- નો મુદ્દામાલ જપ્ત કરી કારમાં દારૂ ભરી આપનાર રાજસ્થાન આસપુરના બુટલેગર પ્રતાપસિંહ અને અજય નામના શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!