34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ભિલોડાના બોરનાલા માર્ગે બુટલેગરો બેફામ બન્યા, પોલિસે ભેટાલી ચાર રસ્તા...

અરવલ્લી : ભિલોડાના બોરનાલા માર્ગે બુટલેગરો બેફામ બન્યા, પોલિસે ભેટાલી ચાર રસ્તા નજીક કારમાંથી 192 ટીન સાથે ત્રણને દબોચ્યા

0

અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ બુટલેગરો ઘુસાડી રહ્યા છે. પોલિસતંત્ર હાલ દારૂની લાઈનો બંધ હોવાનું રટણ કરી રહી છે તો બીજી બાજુ જીલ્લાના માર્ગે વિવિધ વાહનો મારફતે સ્થાનિક પોલિસ તંત્રની મીલીભગતથી બુટલેગરો ધીરેધીરે નાના-મોટા વાહનો મારફતે દારૂ ઠાલવી રહ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. ભિલોડાની બોરનાલા બોર્ડરથી લાઈનબંધ કતારમાં કાર મારફતે દારૂ ઠાલવી સ્થાનિક પોલિસની મિઠી નજર હેઠળ બુટલેગરોને મોજ પડી જતાં બેફામ બન્યા છે. ભિલોડા પોલિસે ભેટાલી ચાર રસ્તા નજીક ઇકો કારમાંથી 24 હજારથી વધુનો દારૂ જપ્ત કરી ત્રણ ખેપિયાને દબોચી લીધા હતા. ઇકો કારમાં દારૂ રાજસ્થાનથી ભરી અમદાવાદના બુટલેગરને આપવાનો હોવાનું બહાર આવ્યું હતું.

ભિલોડા પીઆઇ મનીષ વસાવા અને તેમની ટીમે મેહરુ ગામની સીમમાં ભેટાલી ત્રણ ચાર રસ્તા નજીક ચેકિંગ હાથ ધરતા શંકાસ્પદ ઝડપ સાથે આવી રહેલ ઈકો કારને અટકાવી તપાસ કરતાં કારમાંથી બિયરની પેટી નંગ- 8, તેમાં રહેલા 192 નંગ બિયર ટીન મળી કુલ 24 હજારથી વધુનો પ્રોહિબિશન મુદ્દામાલ સાથે પોલિસે કાર ચાલક વનરાજ ચંદુલાલ હડુલા (રહે,જેતપુર-ટોરડા) ઇકો કારમાં બેઠેલા રાજસ્થાનના પંકજ સવજી ડામોર તેમજ ભાણમેરના વસંત લાલજી મોરીને ઝડપી પાડી 1.77 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કર્યો છે. આ સાથે જ  કારમાં દારૂ ભરી આપનાર વિનોદ અને ડબાચા નામના બુટલેગર અને બિયરના ટીન મંગાવનાર અમદાવાદના બુટલેગર વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!