34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home ધર્મ / જ્યોતિષ રાજ્યમાં હોળીના પર્વની ઉજવણી, ઠેર ઠેર હોલીકા દહન થતાં પ્રજાજની પ્રદક્ષિણ કરી...

રાજ્યમાં હોળીના પર્વની ઉજવણી, ઠેર ઠેર હોલીકા દહન થતાં પ્રજાજની પ્રદક્ષિણ કરી દર્શન કર્યા

0
સમગ્ર રાજ્યમાં હોળીના પર્વની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણીમાં પ્રજાજનોએ કરી, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હોલિકાદહન કરવામાં આવ્યું હતું, અને પ્રદક્ષિણા ફરી પૂજા કરી હતી.
અરવલ્લી જીલ્લામાં નવપરણિત યુગલ, હોળી પહેલા જન્મેલા બાળકો સહીત ભૂલકાઓ,વડીલોએ હોળીના પાંચ ફેરા ફરી દર્શન કરી શ્રીફળ હોમ્યું હતું.  આ સાથે જ ધાણી,ખજૂરનો પ્રસાદ આરોગી લુપ્ત ઉઠાવ્યો હતો.
અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હોલીકા દહનન કરવામાં આવ્યું હતું, જ્યાં શહેરીજનોએ હોલીકાની પ્રદક્ષિણા ફરીને પૂજા કરી હતી. મોડાસા શહેરના કડિયાવાડા, બુટાલવાડા, મેઘરજ રોડ, અલંકાર સોસાયટી, રામપાર્ક સોસાયટી, કડિયાવાડા સહિતના વિસ્તારોમાં હોલીકા દહન કરવામાં આવ્યું હતું.
તો બીજી બાજુ ભગવાન શામળિયાના મંદિરમાં પણ ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન શામળિયાની પૂજા કરવામાં આવી હતી, વહેલી સવારથી જ ભક્તોનો ધસારો મંદિરે જોવા મળ્યો હતો, મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટ પહોંચ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!