37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : વડોદરા પોલીસને રાડ પડાવનાર આરોપી અર્જુન સલાટને મોડાસા ટાઉન પોલીસે...

અરવલ્લી : વડોદરા પોલીસને રાડ પડાવનાર આરોપી અર્જુન સલાટને મોડાસા ટાઉન પોલીસે દબોચી લીધો,લૂંટ અને છેતરપીંડીમાં માહેર અર્જુન

0
166

વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે ગુજરાત પોલીસે રાજ્યમાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવા અભિયાન ચલાવી રહી છે મોડાસા ટાઉન પોલીસે વડોદરા જીલ્લામાં લૂંટ અને છેતરપીંડીના ત્રણ ગુન્હામાં છેલ્લા 4 વર્ષથી ફરાર આરોપીને મોડાસા તેના ઘરેથી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ મોડાસા ટાઉન પીઆઈ બી.કે.ભરાઈ અને તેમની ટીમે બાતમીદારોને સક્રિય કરતા વડોદરા જીલ્લાના બાપોદ અને નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટ અને છેતરપિંડીના ત્રણ ગુન્હા આચરી પોલીસને થાપ આપનાર અને બાલાસિનોરના સેવાલીયા ગામમાં રહેતો અર્જુન બાબુ સલાટ શહેરના સર્વોદય નગર વિસ્તારમાં તેના ઘરે આવ્યો હોવાની બાતમી મળતા ટાઉન પોલીસ તાબડતોડ અર્જુન સલાટના ઘરને કોર્ડન કરી ત્રાટકી દબોચી લેતા આરોપીના મોતિયા મરી ગયા હતા પોલીસ પકડમાંથી ધમપછાડા કરવા છતાં પોલીસે ઝડપી પાડી વડોદરા પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!