28 C
Ahmedabad
Friday, April 19, 2024

મોડાસા કે બાયડ વિધાનસભા બેઠક પરથી હસમુખ સક્સેના નોંધાવશે અપક્ષ ઉમેદવારી, યુનિવર્સિટીની માંગ પ્રબળ


વિધાનસભાની ચૂંટણી આ વખતે રસપ્રદ બને તો નવાઈ નહી. ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાને છે તો હવે નારાજ થયેલા કેટલાક નેતાઓ અને આગેવાનો હવે અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે, તેમાંય ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસના નેતાઓમાં નારાજગી વધારે જોવા મળી રહી છે.અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ચૂંટણી રસપ્રદ છે, મોડાસા વિધાનસબા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારો જાહેર કરી દીધા છે તો ભાજપે મોડાસા અને ભિલોડા બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે પણ હજુ બાયડ બેઠક પર કોકડું ગૂંચવાયું છે ત્યારે પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ભાજપમાંથી પત્તુ કપાતા નારાજ ચાલી રહ્યા છે. હવે બંધારણીય અધિકાર આંદોલન સમિતિ પણ મેદાને ઉતરે તો નવાઈ નહીં. બંધારણીય અધિકાર આંદોલન સમિતિના આગેવાન હસમુખ સક્સેના પણ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવશે, પણ હજુ નક્કી નથી કે તેઓ બાયડ થી કે પછી મોડાસાથી ઉમેદવારી કરશે.

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લામાં આરોગ્ય લક્ષી સેવાઓ અને શિક્ષણની સેવાઓને વધુ વિકસીત કરવા માટે હસમુક સક્સેના અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવશે, આ સાથે જ અરવલ્લી જિલ્લામાં આ વર્ષે યુનિવર્સિટીની માંગ પ્રબળ બની છે. ભાજપ યુનિવર્સિટીને લઇને હજુ સુધી કોઇ જ નિવેદન આપ્યું નથી તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને અપક્ષના ઉમેદવારોએ અરવલ્લી જિલ્લાને યુનિવર્સિટી મળે તે દિશામાં કામ કરશે તેવી વાત કરી હતી. મોડાસાના શામળાજી રોડ પર પત્રકાર પરિષદ યોજીને ચૂંટણીને લઇને જાણકારી આપી હતી.

Advertisement

હસમુખ સક્સેનાએ જણાવ્યું કે, જે રીતે મહાનગરોનો વિકાસ થયો છે તેની તુલનામાં ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ થયો નથી. તેમણે એમ પણ જણાવ્યું કે, વિદ્યાર્થીઓએ નાના-મોટા કામ માટે પાટણ સુધીના ધક્કા ખાવા પડે છે ત્યારે યુનિવર્સિટી માટે તેઓ કામ કરશે. આ સાથે જ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓની હાલત બિસ્માર છે અને વિકાસ રૂંધાયો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!