34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home ગુજરાત કચ્છમાં ફરી ધરા ધ્રુજી, દુધઇ નજીક ભૂકંપના હળવા આંચકા અનુભવાયા

કચ્છમાં ફરી ધરા ધ્રુજી, દુધઇ નજીક ભૂકંપના હળવા આંચકા અનુભવાયા

0

કચ્છમાં ભૂકંપા આંચકા અનુભવાયા છે. જિલ્લાના દુધઇ નજીક ભૂકંપના હળવા આંચકા અનુભવાતા લોકો બહાર દોડી આવ્યા હતા. રીક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.4 નોંધાઈ હતી. ભૂકંપના આંતકા બપોરના 4.57 મિનિટ પર નોંધાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

કચ્છમાં અનુભવાયેલા ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ દુધઇ થી 8 કિ.મી. દૂર નોંધાયું છે. કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે ત્યારે ફરીથી ભૂકંપના આંચકાથી લોકોના જીવ પડીકે બંધાયા હતા. સદભાગ્યે ભૂકંપમાં કોઇ જ દુર્ઘટના થઇ હોવાના સમાચાર મળ્યા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!