32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત મોડાસા : સાંઈ મંદિર નજીક બેકાબુ કારે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા...

મોડાસા : સાંઈ મંદિર નજીક બેકાબુ કારે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા દંપતી હવામાં ફંગોળાયું,ઈજાગ્રસ્ત દંપતિ સારવાર હેઠળ

0
196

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરના માલપુર રોડ પર ટ્રાફીકના નિયમનો ઉલાળીયો કરી વાહનચાલકો વાહન હંકારી નાના-મોટા અકસ્માત સર્જી રહ્યા છે મોડાસાના સાંઈ મંદિર નજીક બાઈક સવાર દંપતીની બાઈકને ફુલસ્પીડે પસાર થતી કારે ધડાકાભેર ટક્કર મારતા બાઈક સવાર દંપતી રોડ પર પટકાતા ઈજાગ્રસ્ત થતા અકસ્માતના સ્થળે દોડી આવેલા લોકોએ 108 ઈમરજંસી એમ્બ્યુલન્સ મારફતે દવાખાને ખસેડાયા હતા અકસ્માતની ઘટનાના પગલે પોલીસ સ્થળ પર દોડી આવી રોડ પરથી લોકોના ટોળાને હટાવી ટ્રાફિક પુર્વરત કરાયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસામાં રહેતા હસમુખ ભાઈ ભાવસાર તેમની પત્ની સાથે બાઈક લઇ સાંઈ મંદિરે દર્શન કરી ઘર તરફ પરત ફરતા સાંઈ મંદિર સામે બેફામ ગતિએ પસાર થતા કાર ચાલકે દંપતીની કારને ધડાકાભેર ટકકર મારતા દંપતી હવામાં ફંગોળાઈ રોડ પર પટકાતા ઈજાગ્રસ્ત બન્યું હતું અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટતા કાર ચાલક કાર સ્થળ પર મૂકી રફુચક્કર થઇ ગયો હતો અકસ્માતમાં લોહી લુહાણ દંપતીને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ માટે સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા મોડાસા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જો કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ટાઉન પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુન્હો નોંધાયો ન હોવાનું ફરજ પરના પીએસઓએ જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!