37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : વરસાદી પાણીના નિકાલ માટે સરડોઇ પંચાયત પાસે પૂરતી ગ્રાન્ટ નથી,...

અરવલ્લી : વરસાદી પાણીના નિકાલ માટે સરડોઇ પંચાયત પાસે પૂરતી ગ્રાન્ટ નથી, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખની કલેક્ટરને રજૂઆત

0
745

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સરડોઇ ગામે વરસાદી પાણીના નિકાલ માટે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જયદત્તસિંહ પુવારે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે કે, સરડોઇ ગ્રામ પંચાયત પાસે પૂરતી ગ્રાન્ટ નથી માટે વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ જયદત્તસિંહ પુવારે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે કે, ગામમાં આવેલા બહુચર માતાજીના મંદિર પાછળ જતાં વરસાદી પાણીનો કાયમી નિકાલ થાય તેવી માંગ છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, સરડોઇની ભૌગોલિક  સ્થિતિ એવી છે કે, ગામના એક છેડેથી બીજો છેડો આશરે 35 ફૂટ ઊંચાઈનો તફાવત ધરાવે છે અને આખા ગામમાંથી આવતું વરસાદી અને ગામનું પાણી મુખ્ય બજારમાંથી ગામના મુખ્ય પ્રવેશ દ્વાર થઇ બહુચર માતાજીના મંદિર પાસે આવેલા ખેતરોમાં અને ખેતર જવાન માર્ગ પર ભરાઈ જાય છે. રસ્ત પર પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક લોકો, ખેડૂત, વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓને અવર-જવર કરવામાં હાલાકીઓનો સામનો કરવો પડે છે, એટલું જ નહીં સ્થાનિક લોકો બિમારી અથવા રોગચાળો ફાટી નિકળવાની દહેશત છે. પંચાયત પાસે પૂરતી ગ્રાન્ટ ન હોવાથી તાત્કાલિક પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જયદત્તસિંહ પુવારે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને તાત્કાલિક અને કાયમી ધોરણે વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે અપીલ કરી છે, ત્યારે આ બાબતે ક્યારે સમસ્યાનું નિરાકરણ આવે છે તે જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!