37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : શામળાજી પોલીસે વધુ બે વાહનમાંથી 2.20 લાખનો દારૂ ઝડપ્યો,ઇકો કારનો...

અરવલ્લી : શામળાજી પોલીસે વધુ બે વાહનમાંથી 2.20 લાખનો દારૂ ઝડપ્યો,ઇકો કારનો ફિલ્મી ઢબે પીછો કરતા ગ્રામ્ય વિસ્તારમાં ફિલ્મી દ્રશ્ય

0
165

વિધાનસભાની ચૂંટણી ઢૂંકડી આવતા વિદેશી દારૂની હેરાફેરીમાં નોંધપાત્ર વધારો થયો છે ચૂંટણી સમયએ દારૂની માગ વધતી જતી હોય છે. આ માગને પુરી કરવા મોટી સંખ્યામાં દારૂનો જથ્થો રાજ્યામાં ઘુસાડવા બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે સ્ટેટ મોનેટરીંગ સેલે ટ્રકમાંથી લાખ્ખો રૂપિયાનો દારૂ ઝડપતા અરવલ્લી જીલ્લા પોલીસની ઉંઘ ઉડી ગઈ છે શામળાજી પોલીસે 24 કલાકમાં પીક અપ ડાલામાંથી અને ઇકો કારમાંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.

શામળાજી પોલીસે હાઇવે માર્ગો સહીત અંતરિયાળ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથધર્યું છે દેવની મોરી નજીક શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી ઇકો કારને અટકાવવાનો પ્રયત્ન કરતા કાર ચાલકે ઇકો પુરઝડપે હંકારી મુકતા પોલીસે જીપમાં પીછો કરતા ગ્રામ્ય વિસ્તારમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા ઇકો કારના ચાલકે પોલીસ પકડથી બચવા રોડ પર ઇકો મૂકી ફરાર થઇ જતા પોલીસે ઇકો કારમાંથી વિદેશી દારૂ બોટલ-ક્વાંટરીયા મળી નંગ-230 કીં.રૂ.26940/- અને કાર મળી કુલ રૂ.1.76 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

શામળાજી પોલીસને રાજસ્થાન તરફથી બંધ બોડીના પીકઅપ ડાલામાં વિદેશી દારૂની ખેપ થતી હોવાની બાતમી પોલીસને મળતા અણસોલ નજીક વોચ ગોઠવી બાતમી આધારીત પીકઅપ ડાલું આવતા અટકાવી તલાસી લેતા ગુપ્ત ખાનું મળી આવ્યું હતું ગુપ્ત ખાનામાં પ્લાસ્ટિકની થેલીમાં રહેલા બોક્ષની અંદરથી 1.93 લાખની વિદેશી દારૂની 772 બોટલ સાથે 4.96 લાખથી વધુના મુદ્દામાલ સાથે ડાલાના ચાલક ભગીરથ ઓમપ્રકાશ જાટ (રહે,ખાસા મહાજનાન, હિસ્સાર-હરિયાણા) ને દબોચી લઇ ડાલામાં વિદેશી દારૂ ભરી આપનાર ગુલાબ ધાનક (રહે,ગુહાના-હરિયાણા) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!