37 C
Ahmedabad
Friday, April 19, 2024

સાબરકાંઠા: વિજયનગરમાં તસ્કરોની ખાખીને ચેલેન્જ રોક શકો તો રોક લો, જૈન મંદિરમાંથી મૂર્તિઓ અને છત્રની ચોરી, જુઓ VIDEO


મંદિરના પાછળના ભાગ થી પ્રવેશીને ચાંદીની 6 મૂર્તિઓ અને 17 છત્ર,ચાંદીના યંત્રો ઉઠાવી ગયા

Advertisement

વિજયનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે તસ્કર ટોળકીને જાણે ખાખીનો ખોફ જ ગાયબ હોય તેમ તસ્કર ટોળકી પોલીસ સ્ટેશનના નાક નીચે આવેલા જૈન મંદિરમાં ત્રાટકી લાખ્ખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી રફુચક્કર થતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે પોલીસ સ્ટેશન વિસ્તારની આજુબાજુનો વિસ્તાર જ સલામત ન હોય તો પછી કોને કહેવું તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે જાણે તસ્કર ટોળકી ખાખીને રોક શકો તો રોક લોની ચેલન્જ આપી રહ્યું હોય તેવા દ્રશ્યો પ્રવર્તી રહ્યા છે.વિજયનગર શહેરમાં ગત રાતે તસ્કરોએ તરખાટ મચાવીને ગામના જૈન મંદિરમાંથી મૂર્તિઓ,છત્ર અને રોકડ મળી રૂ.8 લાખ ઉપરાંતની મત્તા ચોરી કરી હતી.જૈન મંદિરના પાછળના ભાગ થી પ્રવેશીને મંદિર પાછળનો લોખંડનો દરવાજો તોડી અંદર પ્રવેશીને ચાંદીની 6 મૂર્તિઓ અને 17 છત્ર,ચાંદીના યંત્રો ઉઠાવી જતા સનસનાટી મચી ગઇ છે.પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલ, એલ સી બી પીઆઇ એ જે રાઠોડ ઘટના સ્થળે પહોંચ્યા વિજયનગરના હર્ષદકુમાર દિનેશચંદ્ર શાહે નોંધાવેલ ફરિયાદ મુજબ કોઇ અજાણ્યા ચોર ઈસમોએ ગત રાતે દસ વાગ્યા થી લઈ સવારે ચાર વાગ્યાના અરસામાં જૈન મંદિરનું તાળું તોડી આઠ લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા.મંદિરના સીટીવીમાં કેદ થયેલા તસ્કરો બિન્દાસ ચોરી કરતા જોઈ શકાતા હતા.અલબત્ત, નાસી છૂટેલા આ જાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી બનાવની ગંભીરતા મુજબ તત્કાલ ડોગ સ્કોડ અને એફએસએલ બોલાવી તપાસ હાથ ધરી છે.

Advertisement

આ જૈન મંદિરમાંથી ચોરાયેલ વિવિધ ચાંદીની મુર્તિઓ અને ચાંદીના છત્રોનો સમાવેશ થાય છે.જેમાં મંદિરના ગર્ભગૃહમાંથી રૂ.90,000 ની ભગવાનની ચાંદીની નાની મોટી ૬ મૂર્તિઓ ઊપરાંતચાંદીના નાના મોટા 17 જેટલા છત્ર ,એક ચાંદીનો કળશ,બે ચાંદીના યંત્રો મળી કુલ 12 કિલો વજનના ચાંદીના આ છત્ર..યંત્રો મળી રૂ.7.20 લાખની મત્તાની ચોરી અને બે હજાર રોકડ મળી કુલ રૂ.8 લાખ ઉપરાંતની માતબર રકમની મોટી ચોરી થવા પામી છે. જેની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઇ છે.જ્યારે જેની ફરિયાદ થઈ નથી એવા અન્ય ચારેક સ્થળોએ પણ તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો.અન્ય ચારમાં છતરિયા ત્રણ રસ્તા પાસે આવેલ એક સહકારી મંડળી, ત્રણ કટલરી-કરીયાણાની દુકાનોમાં ચોરીનો પ્રયાસ થયાની બિન સત્તાવાર માહિતી સાંપડી હતી.પણ હજુ કોઈ ફરિયાદ નોંધાવવા આવેલ નથી. સ્થાનિક પોલીસ અહીં રાત્રે દરમિયાન પેટ્રોલિંગ કરતી હોય છે કે કેમ એ પણ મોટો સવાલ થાય છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!