38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી: ભિલોડા આર.જે.તન્ના પ્રેરણા મંદિરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બંધારણ દિવસની...

અરવલ્લી: ભિલોડા આર.જે.તન્ના પ્રેરણા મંદિરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બંધારણ દિવસની ઉજવણી યોજાઈ 

0
180

ભિલોડા શ્રી અર્બુદા સેવા સંધ સંચાલિત માતૃશ્રી આર.જે.તન્ના પ્રેરણા મંદિરમાં એન.એસ.એસના સ્વયંસેવકો ધ્વારા હાઈસ્કૂલ પરીસરમાં બંધારણ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.સ્ટાફ પરીવાર અને એન.એસ.એસ સ્વયંસેવકોએ પ્રતિજ્ઞા લીધી હતી.આચાર્ય રમણભાઈ પટેલે તમામ સ્વયંસેવકો,સ્ટાફ પરીવારના મિત્રોને મતદાન જાગૃતિ સંદર્ભે જણાવ્યું કે,દરેક નાગરિક પોતાના પવિત્ર મતનો ઉપયોગ કરે,કોઈ પણ વ્યકિત જ્યારે મતદાન કરે છે ત્યારે દેશના વિકાસમાં સહભાગી બને છે તેમ ભારપૂર્વક સમજાવવા માટેની હાકલ કરાઈ હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એન.એસ.એસ, પ્રોગ્રામ ઓફિસર હરેશભાઈ ભાવસારે કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!