ઇડરમાં યુવતીની અર્ધ બળેલી હાલત માં મળી આવેલ લાશના નજીક વિસ્તારમાંથી યુવકની અર્ધ બળેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર
એક લાશની શાહી સુકાઈ નથી ત્યાં તો સતત બીજા દિવસે અર્ધ બળેલી હાલતમાં અજાણ્યા યુવકની લાશ મળી આવી
ઈડર તાલુકામાં જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બાદ એક લાશ મળવાનો સિલસિલો યથાવત સતત બીજા દિવસે અજાણ્યા યુવકની અર્ધ બળેલી હાલતમા લાશ મળી આવતા ઈડર Dysp, સાબરકાંઠા LCB તેમજ એસ.ઓ.જી સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો.
ઈડરના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ખેતર પાસેથી આજરોજ એક યુવકની અર્ધ બળેલી લાશ મળી આવતા આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ત્યારે પોલીસને જાણ કરાતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મળેલ લાશનું પંચનામુ કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
બે દિવસ અગાઉ નજીકના જ ખેતરમાંથી યુવતીની અર્ધબળેલી હાલતમાં લાશ મળી આવી હતી જોકે બંને લાશના મોત હાલમાં અકબંધ છે. જો યુવતી ની લાશની ઓળખાણ પણ નથી થઈ અને યુવકની લાશ મળી આવતા સમગ્ર મામલો ચકડોળે ચડ્યો હોય તેમ લાગી રહ્યું છે.
હાલમાં મળી આવેલ યુવકની લાશનું કારણ પણ અકબંધ છે અને યુવકની કોઈ ઓળખાણ ન થઈ હોવાને કારણે પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. આમ નજીક નજીકમાં યુવક યુવતીની લાશ મળી આવતા પોલીસે આ અંગે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે