29.2 C
Gujarat
Thursday, September 3, 2026
Home ગુજરાત પંચમહાલ: પ્રોફેસર અરુણસિંહ સોલંકીને અવંતિકા એજ્યુકેશન નેશનલ એવોર્ડ-2022થી દિલ્લીમાં સન્માનિત કરાયા

પંચમહાલ: પ્રોફેસર અરુણસિંહ સોલંકીને અવંતિકા એજ્યુકેશન નેશનલ એવોર્ડ-2022થી દિલ્લીમાં સન્માનિત કરાયા

0

નવી દિલ્હીના ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજિત એક ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રના રાષ્ટ્રીય એવોર્ડ માટે ગોધરાના પ્રોફેસર અરુણસિંહ સોલંકી ની પસંદગી થઈ હતી. ગુજરાતના ડીજીપી અનિલ પ્રથમ ઉપરાંત સ્વામિનારાયણ ના સંપ્રદાયના સંત શ્રી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગોધરાના પ્રોફેસર અરુણસિંહ સોલંકીને શિક્ષણ માટેનો રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રોફેસર અરુણસિંહ સોલંકી છેલ્લા કેટલાય વર્ષથી શિક્ષણની સાથે સાથે સામાજિક અને સેવાકીય કાર્યોમાં પણ અગ્રેસર રહે છે તેમને એવોર્ડ મળતા સંસ્થાના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી સહિત અનેક મહાનુભાવોએ અભિનંદન પાઠવવામા આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!