asd
27 C
Ahmedabad
Friday, July 26, 2024

PM મોદીએ બ્લાઈન્ડ T20 વર્લ્ડ કપ જીતના અભિનંદન આપ્યા: વર્લ્ડ કપ ટીમના અરવલ્લીના બે ખેલાડીઓની સ્થિતિ દયનીય, મદદની રાહ


બ્લાઇન્ડ ક્રિકેટના પ્રથમ વર્લ્ડકપમાં મેન ઓફ ધી સિરીઝનો એવોર્ડ જીતનાર ભલાજી ડામોર થોડી ઘણી ખેતી અને ઢોર ચરાવી જીવનનિર્વાહ ચલાવવા મજબુર
2012માં ભારતને વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર વિકાસ પટેલ પણ દયનિય સ્થિતિમાં જીવી રહ્યા છે
જીલ્લાના બંને વર્લ્ડકપ વિજેતા ખેલાડીઓ સરકાર અને ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી યોગ્ય સહાય મળે તેની આતુરતા પૂર્વક ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે

Advertisement

ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓએ ઇતિહાસ રચી દીધો છે સતત ત્રીજો બ્લાઇન્ડ ટી-20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશ સામે વિજય પ્રાપ્ત કરી સતત ત્રીજો વર્લ્ડ કપની ભારતને ભેટ આપી છે. બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય ટીમ પર ખુશી વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, ‘ભારતને તેના ખેલાડીઓ પર ગર્વ છે. અમે બ્લાઈન્ડ ટી20 વર્લ્ડ કપ જીત્યો છે, જે ખૂબ જ ખુશ છે. અમારી ટીમને અભિનંદન અને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ કે અન્ય કોઈ ટુર્નામેન્ટમાં વિજય પ્રાપ્ત કરે ત્યારે ખેલાડીઓનું સન્માન પણ સરકાર કરે છે ત્યાર બાદ અગમ્ય કારણોસર બ્લાઇન્ડ ક્રિકેટરો વિસરાઈ જતા યોગ્ય વળતર પણ ચુકવવામાં નહીં આવતા ગરીબ પરિવારમાંથી આવતા ક્રિકેટરોને જીવન નિર્વાહ ચલાવવા ફોંફા પડી રહ્યા છે

Advertisement

Advertisement

અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના પીપરાણા ગામના ભલાજી ડામોરે વર્ષ-1998 માં યોજાયેલ પ્રથમ બ્લાઇન્ડ વર્લ્ડકપમાં ભારતીય ટીમને ઓલરાઉન્ડર પ્રદર્શન થકી સેમી ફાઇનલ સુધી પહોંચાડી હતી તેમને વર્લ્ડ કપમાં મેન ઓફ ધી સિરીઝ જાહેર કરવામાં આવ્યા હતા તેમના ઉત્કૃષ્ઠ પ્રદર્શનના પગલે તત્કાલીન રાષ્ટ્રપતિ કે.આર.નારાયણે પ્રશંસા કરી હતી ત્યાર બાદ ક્રિકેટ બોર્ડ અને સરકાર ભલાજી ડામોરની સિદ્ધિ ભૂલી ગઈ હોય તેમ તેમને યોગ્ય સહાય તેમજ અંધ લોકો માટે આરક્ષિત નોકરી પણ ન આપતા ભલાજી ડામોર અને તેમના પરિવારજનો હાલત કફોડી બની છે ભલાજી ડામોર તેમના પરિવારના જીવન નિર્વાહ ચલાવવા માટે ખેતી, મજૂરી કરવાની સાથે ઢોર ચલાવી ગાડું ગબડાવી રહ્યા છે તેમને સરકાર તરફથી પ્રશંસા સિવાય કઈ મળ્યું ન હોવાનો અહેસાસ અનુભવી રહ્યા છે ભલાજી ડામોર ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમે ઇતિહાસ રચાતા ખુશી વ્યક્ત કરવાની સાથે સરકારી સહાય માટે લાચારી અનુભવી રહ્યા છે

Advertisement

ભિલોડા તાલુકાના લૂસડિયા ગામના વિકાસ પટેલ પણ અંધજન ક્રિકેટ તરીકે સમગ્ર દેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી હતી વર્ષ-2012 ટી-20 અને વર્ષ-2014 માં યોજોયેલ વર્લ્ડકપ તેમજ સાઉથ આફ્રિકામાં ની ધરતી પર વિજય પ્રાપ્ત કરનાર ટીમમાં ઓલરાઉન્ડર તરીકે જબરજસ્ત પ્રદર્શન કર્યું હતું બ્લાઇન્ડ ક્રિકેટ ટીમનો હિસ્સો રહેલા વિકાસ પટેલ સરકાર અને ક્રિકેટ બોર્ડ દ્વારા યોગ્ય સહાય નહીં ચુકવાતા ગરીબ સ્થિતિમાં જીવવા મજબુર બન્યા છે ગામમાં નાનકડી કેબીન પાર્લર બનાવી જીવન નિર્વાહ ચાલવી રહ્યા છે સરકાર તરફથી યોગ્ય સહાય ન મળતા વિકાસ પટેલે વર્ષ -2015 માં ઇંગ્લેન્ડ ખાતેના વર્લ્ડ કપમાં રમવાનો ઇન્કાર કરી દીધો હતો.

Advertisement

બીસીઆઈ અને રાજ્યના ક્રિકેટ બોર્ડ સામાન્ય ક્રિકેટરોને વર્ષે દહાડે લાખ્ખો-કરોડો રૂપિયા કોન્ટ્રાક પેટે આપવાની સાથે કોઈ મહત્વની ટુર્નામેન્ટ કે વર્લ્ડ કપ વિજેતા બને ત્યારે સરકાર કરોડો રૂપિયા ગિફ્ટ તરીકે આપતા હોય છે બીજીબાજુ અંધજન ક્રિકેટરોને સરકાર કે ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ તરફથી યોગ્ય મદદ કે સહાય મળતી ન હોવાનો બંને અંધ ક્રિકેટર અહેસાસ અનુભવી રહ્યા છે ત્યારે બંને ક્રિકેટરોને સરકાર તરફથી યોગ્ય સહાય ચુકવવામાં આવેની માંગ પ્રબળ બની છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!