34 C
Ahmedabad
Tuesday, March 28, 2023

પાકિસ્તાન જીંદાબાદના મોડાસામાં નારા લાગ્યા..!! : અરવલ્લી ભાજપના પાકિસ્તાન સામેના વિરોધ પ્રદર્શનમાં ઉત્સાહમાં કાર્યકરે બૂમ પાડી દીધી


મોડાસા ચાર રસ્તા પર પાકિસ્તાનના મુર્દાબાદના નારા વચ્ચે અતિ ઉત્સાહમાં આવેલા ભાજપનો કાર્યકર ભાન ભૂલી પાકિસ્તાન જીંદબાદ બોલતા અગ્રણીઓ ચોંકી ઉઠ્યા સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ

Advertisement

પકિસ્તાનના વિદેશીમંત્રી બિલાવલ ભુટ્ટોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર કરેલા આપત્તીજનક નિવેદનને લઈ સમગ્ર દેશમાં તેનો ભારે આક્રોશ સાથે વિરોધ થઈ રહ્યો છે.અરવલ્લી જીલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ મોડાસા ચાર રસ્તા પર પાકિસ્તાન સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો આ દરમિયાન પાકિસ્તાન તેરી દાદાગીરી નહીં ચલેગી… નહિ ચલેગી… ના નારા સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવા જતા પાકિસ્તાન બોલતા અતિ ઉત્સાહી કાર્યકરે પાકિસ્તાન જિંદાબાદ બોલતાની સાથે ભાજપના અગ્રણીઓ ચોંકી ઉઠ્યા હતા કાર્યકરને પણ ભૂલ સમજતા ચૂપ થઇ ગયો હતો આ અંગેનો વિડીયો સોશ્યલ મીડિયામાં ધૂમ વાયરલ થતા ભાજપ ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હતું

Advertisement

અરવલ્લી જીલ્લા ભાજપ પ્રભારી જયશ્રી બેન દેસાઈ, જીલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ,મહામંત્રી જગદીશ ભાવસાર,મોડાસા નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર સહીત હોદ્દેદારો અને યુવા મોરચા દ્વારા મોડાસા શહેરના ચાર રસ્તા પર વિરોધ પ્રદશન કરીને ‘બિલાવલ ભુટ્ટો હાય… હાય…પકિસ્તાન હાય..હાય’ના નારાઓ લગાવી તેનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રભારી જયશ્રી બેન દેસાઈએ પાકિસ્તાન તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી પછી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવા જતા પાકિસ્તાન કહેતા ની સાથે એક કાર્યકર જીંદાબાદ બોલતાની સાથે જીલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ સહીત અગ્રણીઓ ચોંકી ઉઠ્યા હતા અને કાર્યકર સામે જોતા જ કાર્યકરની બોલતી બંધ થઇ ગઈ હતી અને ફરીથી અગ્રણીઓએ અને કાર્યકરોએ પાકિસ્તાનનો ઉગ્ર વિરોધ કરી પૂતળાનું દહન કર્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!