38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ શામળાજી : રામેળા ગામે લગ્નના ઝગડાની અદાવત રાખી એક શખ્સ પર 6...

શામળાજી : રામેળા ગામે લગ્નના ઝગડાની અદાવત રાખી એક શખ્સ પર 6 લોકો તૂટી પડી ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી

0
249

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના રામેળા ગામે અગાઉ લગ્નમાં થયેલા ઝગડાની અદાવત રાખી ધુળેટીના દિવસે રસ્તા પરથી પસાર થતા એક શખ્સને રાજસ્થાનના ૪ અને ગામના બે લોકોએ રસ્તો રોકી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભારે ચકચાર મચી હતી ૬ શખ્સોએ હિચકારો હુમલો કરતા ફફડી ઉઠેલા શખ્સે ૬ અસામાજીક તત્ત્વો સામે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

શામળાજી નજીક આવેલા રામેળા ગામમાં રહેતા ગૌતમભાઈ રામભાઈ કટારા ધુળેટીના દિવસે ગામમાંથી પસાર થતા હતા ત્યારે અગાઉ લગ્નમાં થયેલ ઝગડાની અદાવત રાખી રાજસ્થાનના પિંટુ મણીલાલ કટારા,અલ્પેશ મણીલાલ કટારા,કાંતિ બાબુ ગામેતી,કમલેશ મણિલાલ કટારા અને ગામના સુરેન્દ્ર વિશ્રામ કટારા અને આશિષ વિશ્રામ કટારાએ માં બેન સામે ગાળો બોલી ગડદા પાટુનો માર મારી અને આશીષ કટારાએ લાકડાનો ગાલ પર ઘા ઝીંકી દેતા ભારે હોબાળો થતા આજુબાજુથી લોકો દોડી આવતા હુમલો કરનાર શખ્શોએ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપતા ગૌતમભાઈ કટારા ફફડી ઉઠ્યા હતા અને હુમલા અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા શામળાજી પોલીસે ૬ શખ્સો સામે ઇપીકો કલમ-૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૨૩,૫૦૪,૫૦૬ (૨) તથા જીપી એક્ટ કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરી હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!