પાંચ રાજ્યોની ચૂંટણીમાં પંજાબના પરિણામો રોંચક આવતા આમ આદમી પાર્ટી સત્તા પર આવતા મુખ્યમંત્રી ભગવંત માન મુખ્યમંત્રી નિયુક્ત થયા છે ત્યારે શનિવારે મંત્રીમંડળની રચના કરવામાં આવી છે. 10 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, જેમને રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે ચંદીગઢ ખાતે પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા.
પંજાબ સરકારના નવા મંત્રી મંડળના શપથ ગ્રહણમાં હરિયાણાના રાજ્યપાલ બંડારૂ દત્રાતેય પણ ઉપસ્થિત રહ્યા હતા. જે ધારાસભ્યોને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે તેમાં હરપાલસિંહ ચીમા, ડો.બલજીલ કૌર, હરભજનસિંહ, વિજય સિંગલા, ગુરમીત સિંહ મીત, હરજોસિંહ બૈંસ, લાલચંદ કટારૂ ચક્ર, કુલદીપસિંહ ધાલીવાલા, લાલ જીત સિંહ ભુલ્લર અને બ્રહ્મશંકર જિમ્પાનો સમાવેશ થાય છે.





