30 C
Gujarat
Wednesday, July 15, 2026
Home HeadLines શાકભાજીની લારી ઉંધી પાડી દેતા રોડ પર શાકભાજીના ઢગ : મોડાસા ડીપ...

શાકભાજીની લારી ઉંધી પાડી દેતા રોડ પર શાકભાજીના ઢગ : મોડાસા ડીપ વિસ્તારમાં નગરપાલિકાની દબાણ ટીમની કામગીરી સામે આક્રોશ

0
174

મોડાસા નગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશના પગલે ટ્રાફિક સમસ્યા ઓછી થતા તંત્રની કામગીરીને નગરજનો આવકારી રહ્યા છે

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બની રહેતા નગરપાલિકા તંત્ર દ્વારા ટ્રાફિક સમસ્યા હલ કરવા દબાણ હટાવો ઝુંબેશ હાથધરવામાં આવી છે જેમાં રોડ પર અડચણ રૂપ લારી અને પથારાવાળા સામે શખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે તદઉપરાંત રોડ પર આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકોના વાહનો ટોઈંગ કરી ટ્રાફિક સમસ્યા નિવારણ માટે સતત મથામણ કરી રહી છે મોડાસા શહેરના ડીપ વિસ્તારમાં જીઇબી કચેરી સામે રોડ પર ઉભેલી શાકભાજીની લારીને દબાણ ટીમે ઉંધી પાડી દેતા રોડ પર શાકભાજીનો ઢગ ખડકાયો હતો

મોડાસા નગરપાલિકા તંત્રની દબાણ હટાવો ટીમ દિવસભર શહેરના મુખ્યમાર્ગો પર સતત દબાણ હટાવવા અને માર્ગ ખુલ્લા કરવાની કામગીરી કરી રહી છે શહેરના રોડ પર અડિંગો જમાવી ટ્રાફિક સર્જતા લારી ઉભી રાખતા ફેરિયાઓ અને પાથરણા વાળાઓ સામે શખ્ત કાર્યવાહી કરવા છતાં બીજા દિવસે તે જ સ્થળ પર લારી ઉભી રાખી દેતા નગરપાલિકા તંત્ર માટે દબાણ હટાવવાની કામગીરી માથાનો દુખાવો બની રહી છે મોડાસા વીજતંત્ર કચેરી સામે રોડ પર અને ફૂટપાથ પર શાકભાજી અને ફ્રૂટની લારી ઉભી રાખી ટ્રાફિક સર્જાતા ફેરિયાઓને વારંવાર ચેતવણી આપ્યા પછી પણ હટાવાનું નામ ન લેતા દબાણ હટાવ ટીમે રોડ પર ઉભેલી લારીને ઉંધી પાડી દેતા રોડ પર શાકભાજીનો ઢગલો ખડકાતા રખડતા પશુઓને તડકો પડી ગયો હતો શાકભાજીની લારી ઉંધી પાડી દેતા ફેરિયા અને તેના પરિવારજનોએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!