મોડાસા નગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશના પગલે ટ્રાફિક સમસ્યા ઓછી થતા તંત્રની કામગીરીને નગરજનો આવકારી રહ્યા છે
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બની રહેતા નગરપાલિકા તંત્ર દ્વારા ટ્રાફિક સમસ્યા હલ કરવા દબાણ હટાવો ઝુંબેશ હાથધરવામાં આવી છે જેમાં રોડ પર અડચણ રૂપ લારી અને પથારાવાળા સામે શખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે તદઉપરાંત રોડ પર આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકોના વાહનો ટોઈંગ કરી ટ્રાફિક સમસ્યા નિવારણ માટે સતત મથામણ કરી રહી છે મોડાસા શહેરના ડીપ વિસ્તારમાં જીઇબી કચેરી સામે રોડ પર ઉભેલી શાકભાજીની લારીને દબાણ ટીમે ઉંધી પાડી દેતા રોડ પર શાકભાજીનો ઢગ ખડકાયો હતો
મોડાસા નગરપાલિકા તંત્રની દબાણ હટાવો ટીમ દિવસભર શહેરના મુખ્યમાર્ગો પર સતત દબાણ હટાવવા અને માર્ગ ખુલ્લા કરવાની કામગીરી કરી રહી છે શહેરના રોડ પર અડિંગો જમાવી ટ્રાફિક સર્જતા લારી ઉભી રાખતા ફેરિયાઓ અને પાથરણા વાળાઓ સામે શખ્ત કાર્યવાહી કરવા છતાં બીજા દિવસે તે જ સ્થળ પર લારી ઉભી રાખી દેતા નગરપાલિકા તંત્ર માટે દબાણ હટાવવાની કામગીરી માથાનો દુખાવો બની રહી છે મોડાસા વીજતંત્ર કચેરી સામે રોડ પર અને ફૂટપાથ પર શાકભાજી અને ફ્રૂટની લારી ઉભી રાખી ટ્રાફિક સર્જાતા ફેરિયાઓને વારંવાર ચેતવણી આપ્યા પછી પણ હટાવાનું નામ ન લેતા દબાણ હટાવ ટીમે રોડ પર ઉભેલી લારીને ઉંધી પાડી દેતા રોડ પર શાકભાજીનો ઢગલો ખડકાતા રખડતા પશુઓને તડકો પડી ગયો હતો શાકભાજીની લારી ઉંધી પાડી દેતા ફેરિયા અને તેના પરિવારજનોએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો





