ભિલોડા તાલુકાના શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજનો રજતજયંતિ મહોત્સવ અને સ્નેહમિલન કાર્યક્રમ ભિલોડા ખાતે યોજાયો હતો.સમાજ દ્વારા ભિલોડાના નવાચુંટાયેલા ધારાસભ્ય પી. સી. બરંડા નું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યએ હર હંમેશા સમાજને ઉપયોગી થઈશ અને વિકાસલક્ષી કામ માટેની તત્પરતા બતાવી, વિકાસ કાર્યો કરવાની નેમ વ્યક્ત કરી હતી.સમાજના વિશિષ્ટ વ્યક્તિ તરીકે કે.પી.પાટીદાર ( નિયામક, જી. ગ્રામ વિકાસ એજન્સી, સા. કાં), જગદીશભાઈ પટેલ (મહામંત્રી એસ. ટી. મજદુર સંધ,હિંમતનગર વિભાગ) સહિતનાઓ નું સન્માન કરવામાં આવેલ આ પ્રસંગે ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કાંતિભાઈ પટેલ યુવા સંઘના ડો. વસંતભાઈ ધોળું , પ્રમુખ ડો. બાબુલાલ પટેલ, મંત્રી હસમુખભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ (મોડાસા), દિનેશભાઇ પટેલ (મોડાસા), ચીમનભાઈ પટેલ સહિત સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં તેજસ્વી તારલાઓ નું સન્માન સમારોહ તેમજ ભિલોડા સમાજની સ્મરણીય પુસ્તિકા નું વિમોચન કરવામાં આવ્યું હતું.સામાજિક આગેવાનો દ્વારા સમાજ વિકાસ માટેના મંતવ્યો સાથે – સાથે પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવેલ સમાજના ભાઈ-બહેનો દ્વારા વિવિધ સાંસ્કૃતિક અને રમતગમતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા