મોડાસા શહેરની અગ્રણી શૈક્ષણિક સંસ્થા શ્રી.કે.એન.શાહ મોડાસા હાઈસ્કૂલમાં ગાંધીનગર સ્થિત હાર્ટફૂલનેસ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી બોર્ડના વિદ્યાર્થીઓ માટે ત્રી-દિવસીય ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
મોડાસા હાઈસ્કૂલમાં યોજાયેલ ત્રી-દિવસીય ધ્યાન શિબિરમાં હાર્ટફૂલનેસના સંયોજક મુકેશ બારોટ,ટ્રેનર અમીબેન, હસમુખ ભાઈ પટેલ સી.બી.પંડ્યા, ઉપેન્દ્ર જોષી, વિનોદ ભાવસાર, દક્ષાબેન ભાવસાર અને જ્યોતિબેન પંડ્યા વગેરે હાજર રહી ધો-૧૦ અને ધો-૧૨ ના વિદ્યાર્થી ભાઈ બહેનોને આગામી બોર્ડ પરીક્ષામાં ઉપયોગી થાય અને ધ્યાન દ્વારા જીવનને સાર્થક બનાવી શકાય તેવી સુંદર માહિતી આપી હતી. આ કાર્યક્રમની પુર્ણાહુતી પ્રસંગે ડુંગરપુર નિવાસી કોપલ ભટ્ટ (ઉ.૧૦ વર્ષ) હાજર રહી આખે પાટા બાંધ્યા હોવા છતાં જુદા જુદા રંગોને ઓળખવા, વાંચન કરવું, જુદા જુદા નંબરો ઓળખવા, ચલણી નોટોની ઓળખ કરવી જેવી ધ્યાન દ્વારા પ્રાપ્ત અદ્ભુત ક્ષમતાઓનો પરિચય કરાવ્યો હતો. આ શિબિરમાં વિદ્યાર્થીઓની સાથે સાથે શાળાના આચાર્ય એમ.આઈ.જોષી સાહેબ અને સમગ્ર સ્ટાફ હાજર રહી ત્રી-દિવસીય ધ્યાન શિબિરને ખુબ જ સફળ બનાવી હતી.