31 C
Gujarat
Friday, July 17, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસા શહેરના માલપુર રોડ પર શાળા છૂટવાના સમયે રોમિયોગીરી કરતી...

અરવલ્લી : મોડાસા શહેરના માલપુર રોડ પર શાળા છૂટવાના સમયે રોમિયોગીરી કરતી બાઈકર્સ ગેંગથી વિદ્યાર્થીઓમાં ફફડાટ

0
199

બ્લેક કાચ વાળી અને ફેન્સી નંબર પ્લેટ વાળી કાર સામે કાર્યવાહી કરવા માગણી

મોડાસા શહેરમાં દિન પ્રતિદિન ફુલ સ્પીડે બાઈક ચલાવતા તત્વો બેફામ બન્યા છે. તેઓ નંબર પ્લેટ વગરના વાહનો લઈને બેફામ સ્પીડે વાહન ચલાવી સ્ટંટ કરતા હોવાથી અકસ્માતના ભયથી લોકો ફફડી રહ્યાં છે. સાથોસાથ રોમિયોગીરી કરનારા તત્વો પણ બેફામ બન્યા હોવાની ફરિયાદો ઉઠી છે.માલપુર રોડ પર સાંજે શાળા છૂટવાના સમયે કેટલાક અસામાજીક તત્ત્વો સ્પોર્ટ્સ બાઈક સહીત અન્ય બાઈક પુરપાટ ઝડપે હંકારવાની સાથે સ્ટંટ કરી રોમિયોગીરી કરતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ટાઉન પોલીસ આવારાગર્દી કરતા તત્ત્વો સામે શખ્ત કાર્યવાહી કરે તેવી લોક માંગ પ્રબળ બની છે

મોડાસા શહેરમાં આવેલ સ્કૂલ-કોલેજ સહિતની શૈક્ષણિક સંસ્થાની રિસેસ ટાઈમ અથવા છૂટવાના ટાઈમે બાઈકર્સ ગેંગ સીનસપાટા કરતા હોવાથી વાલીઓમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે માલપુર રોડ પર સાંજે 5 થી 5 : 30 સમયગાળા દરમિયાન બાઈકર્સ રોમિયો સ્ટંટ કરવાની સાથે ફુલસ્પીડે બાઈક હંકારી એકાએક ડીસ્ક બ્રેક મારતા અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. આ ઉપરાંત બ્લેક કાચ વાળી ગાડીઓ અને ફેન્સી નંબર પ્લેટ વાળી ગાડીઓ પણ ફરતી જોવા મળે છે. તેમ છતાં પોલીસ દ્વારા કોઇ પગલા ભરવામાં આવતા નથી. જેથી કાર્યવાહી કડક હાથે કરવામાં આવી તેવી પણ માંગ શહેરીજનોમાં ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!